दुनिया

દુનિયામાં ફરી સર્જાશે ઓઈલ સંકટ? શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ટ્રમ્પના નવા પ્લાનથી ટેન્શન વધ્યું | us Iran ceasefire Peace talks fail Strait of Hormuz Trump American Navy blockade plan




US Iran Ceasefire: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાની ક્રૂડના નળ ધમધમવા લાગ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી ઈરાને ક્રૂડના વેચાણ દ્વારા બમ્પર કમાણી કરી છે. હોર્મુઝ પર નિયંત્રણ હોવાને કારણે તે પોતાના ક્રૂડનું મનફાવે તેમ નિકાસ કરી રહ્યું છે. બીજી તરફ, ખાડીના અન્ય ઘણા દેશો માત્ર તેને આવું કરતા જોઈ રહ્યા છે. પણ હવે ફરીથી બાજી બદલાઈ શકે છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સંભવિત નૌસેના નાકાબંધીનો સંકેત આપ્યો છે. આ સંકેત ઇસ્લામાબાદમાં બંને પક્ષો વચ્ચેની વાતચીત કોઈ કરાર વિના પૂરી થયા બાદ આવ્યો છે. ભારત માટે પણ આ ઘટનાક્રમના ઘણા અર્થ છે.

વેનેઝુએલામાં નૌસેના નાકાબંધીનો પ્લાન સફળ રહ્યો હતો

21 કલાકથી વધુ સમય ચાલેલી વાતચીત નિષ્ફળ ગયાના થોડા કલાકો બાદ ટ્રમ્પે એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો. તેનું શીર્ષક હતું, ‘ટ્રમ્પનું એ ‘ટ્રમ્પ કાર્ડ’ જે રાષ્ટ્ર પ્રમુખ પાસે છે, જો ઈરાન નમતું નથી જોખતું, એક નૌસેના નાકાબંધી.’ તેમાં વેનેઝુએલા વિરુદ્ધ અમેરિકાની અગાઉની વ્યૂહરચનાનો ઉલ્લેખ છે, જ્યાં ક્રૂડમાંથી થતી કમાણી રોકીને અર્થતંત્રને ઘૂંટણિયે લાવવા માટે નૌસેના નાકાબંધીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈરાનને કરોડો ડોલરની વધારાની કમાણી

બ્લૂમબર્ગે અગાઉ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયા પછી ઈરાને તેલના વેચાણથી કરોડો ડોલરની વધારાની કમાણી કરી છે. આ ફાયદો એટલા માટે થયો કારણ કે ઈરાન એવા જૂજ મોટા નિકાસકારોમાંનું એક રહ્યું છે જે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ચાલુ રાખવામાં સક્ષમ છે. બીજી તરફ, ખાડીના અન્ય ઉત્પાદકો પાસેથી થતા માલસામાનના પરિવહનમાં ભારે વિક્ષેપ પડ્યો છે.

બે જંગી યુદ્ધપોત જહાજો 

રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે હવે ઈરાન પર પણ આ જ પદ્ધતિ અજમાવી શકાય છે. કારણ એ છે કે અમેરિકાના નૌસેનાના જહાજો પહેલેથી જ આ વિસ્તારમાં તૈનાત છે. તેમાં USS જેરાલ્ડ ફોર્ડ અને USS અબ્રાહમ લિંકન કેરિયર ગ્રુપ સામેલ છે. જે દેખરેખ અને કાર્યવાહીમાં મદદ કરી શકે છે.

અમેરિકાનો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર નિયંત્રણનો પ્લાન?

રિપોર્ટમાં જે નિષ્ણાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે અમેરિકન નેવી હોર્મુઝ સ્ટ્રેટમાંથી થતા દરિયાઈ ટ્રાફિક પર નિયંત્રણ કરી શકે છે. આ દુનિયા માટે તેલનો ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત રેબેકા ગ્રાન્ટે ‘જસ્ટ ધ ન્યૂઝ’ ને જણાવ્યું હતું કે, ‘અમેરિકન નેવી માટે હવે આ સ્ટ્રેટમાંથી શું પસાર થાય છે અને શું નહીં, તેના પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું ખૂબ જ સરળ હશે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિસ્તારમાં નૌસેનાની હિલચાલ વધવાથી એવો સંકેત મળે છે કે અમેરિકા આ સાંકડા દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો પર નજર રાખી શકે છે અને કદાચ તેમને રોકી પણ શકે છે. આ આર્ટિકલમાં અન્ય કડક વિકલ્પોનો પણ ઉલ્લેખ છે. જેમ કે, ઈરાની તેલના માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવી અથવા ખર્ગ ટાપુ જેવા ક્રૂડ નિકાસના મહત્વના ઠેકાણાઓ પર સીધો કબજો કરવો. ખર્ગ ટાપુને ઈરાનનું ક્રૂડ મોકલવાનું એક મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે.

ભારત માટે મહત્વ

-ભારત તેની તેલની જરૂરિયાતોનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આયાત કરે છે.

-આ માર્ગ ઈરાન અને ઓમાન વચ્ચે સ્થિત પાણીના સાંકડા રસ્તા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.

-ખાડીના અન્ય દેશોની સરખામણીમાં માત્ર ઈરાન જ આ માર્ગનો અવરોધ વગર ઉપયોગ કરી રહ્યું છે.

-જો પ્રાદેશિક તણાવને કારણે અન્ય ઉત્પાદકોના શિપમેન્ટમાં અવરોધ ઊભો થાય છે, તો ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.

-તેણે તેલની અછત અને વૈશ્વિક બજારમાં વધતી કિંમતોનો સામનો કરવો પડી શકે છે.

ભારત સામે કેવા પડકાર

ભારત માટે પડકાર એ હશે કે તે પોતાની ઊર્જા સપ્લાયને સ્થિર રાખવા માટે ઈરાન સાથેના પોતાના રાજદ્વારી અને વેપારી સંબંધોને કેવી રીતે સંતુલિત કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો પડછાયો હજુ પણ છે.

ઇસ્લામાબાદમાં થયેલી બેઠક નિષ્કર્ષ વિહીન

ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો વચ્ચેની સીધી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. અમેરિકાના ઉપ રાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ કોઈ કરાર વિના પૂરી થઈ ગઈ. વેન્સે કહ્યું, ‘અમે છેલ્લા 21 કલાકથી આના પર કામ કરી રહ્યા છીએ. અમે ઈરાનીઓ સાથે ઘણી મહત્વની વાતચીત કરી છે, જે સારા સમાચાર છે.’ તેમણે આગળ કહ્યું, ‘ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ કરાર પર પહોંચી શક્યા નથી.’ તેમણે કહ્યું કે અમેરિકાએ તેનો છેલ્લો અને શ્રેષ્ઠ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ ઈરાને તે શરતો સ્વીકારી ન હતી. તેમણે કહ્યું, ‘અમે એવી સ્થિતિમાં પહોંચી શક્યા નથી જ્યાં ઈરાનીઓ અમારી શરતો માની લે.’ વેન્સે ઉમેર્યું કે ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવું એ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો ‘મુખ્ય ધ્યેય’ છે.

આ પણ વાંચો: અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ

અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી મડાગાંઠ બાદ નાકાબંધીની વ્યૂહરચના શેર કરવી એ આર્થિક અને લશ્કરી દબાણ તરફના સંભવિત ફેરફારનો સંકેત આપે છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આવું પગલું ક્યારે અથવા કેવી રીતે લેવામાં આવશે.



Source link

Related Articles

Back to top button