गुजरात

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી | Hazardous chemicals dumped in storm drains in Nandesari GIDC two tankers caught



નંદેશરી જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણીના કાચા નાળામાં ગેરકાયદે રીતે જોખમી કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે. નંદેશરી પોલીસે દરોડો પાડી બે ટેન્કરને ઝડપી પાડી છે. ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી પાણી વહી જવા માટે બનાવેલા કાચા નાળામાં ટેન્કર દ્વારા કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન નંદેશરી પોલીસને બાતમી મળતાં ઝડપી કાર્યવાહી કરી બંને ટેન્કરને ઘટનાસ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ ક્યારથી ચાલી રહી હતી અને તેમાં કયા એકમો તથા વ્યક્તિઓ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસ વિસ્તૃત તપાસ હાથ ધરી રહી છે.

ઘટનાની જાણ થતાં GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. કેમિકલની પ્રકૃતિ અને ડિસ્ચાર્જ થઈ રહેલા પ્રવાહી અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે બંને ટેન્કરમાંથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલે જણાવ્યું છે કે, આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ એકમ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પર્યાવરણ માટે ગંભીર ખતરો છે, કારણ કે વરસાદી નાળા દ્વારા ઝેરી કેમિકલ જમીન અને ભૂગર્ભ જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરી શકે છે. પોલીસ અને GPCB સંયુક્ત રીતે આ પ્રવૃતિની તપાસ કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button