मनोरंजन

આશા ભોસલે માત્ર ગાયિકા જ નહીં, સફળ બિઝનેસ વુમન પણ હતા, જાણો તેમની નેટવર્થ | asha bhosle dies at 92 know her networth house and about restaurants business



Asha Bhosle Networth: સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલે ઉર્ફે ‘આશા તાઈ’નું રવિવારે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમને કાર્ડિએક અરેસ્ટના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. આશા ભોસલે માત્ર તેમના મધુર અવાજ માટે જ નહીં, પરંતુ એક સફળ બિઝનેસ વુમન તરીકે પણ જાણીતા હતા. 1943માં માત્ર 10 વર્ષની ઉંમરે સંગીત સફર શરૂ કરનાર આશા તાઈએ પોતાના 80 વર્ષના કરિયરમાં 12,000થી વધુ ગીતો ગાઈને એક અતૂટ ઇતિહાસ રચ્યો છે.

કરોડોની સંપત્તિ અને વારસો

રિપોર્ટ્સ અનુસાર, આશા ભોસલે પોતાના પાછળ અંદાજે 80થી 100 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. તેમની આ કમાણીનો મુખ્ય સ્ત્રોત સંગીત અને તેમનો ફેલાયેલો રેસ્ટોરન્ટ બિઝનેસ હતો. મુંબઈ અને પૂણે જેવા શહેરોમાં તેમની પાસે કરોડોની કિંમતના લક્ઝરી ઘર છે. દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલ ‘પ્રભાકુંજ’ એપાર્ટમેન્ટ તેમનું નિવાસસ્થાન હતું, જેની કિંમત પણ કરોડોમાં આંકવામાં આવે છે. થોડા સમય પહેલા જ તેમણે પૂણેમાં પોતાનો એક એપાર્ટમેન્ટ અંદાજે 6 કરોડ રૂપિયામાં વેચ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો: 16 વર્ષની ઉંમરમાં લગ્ન, પુત્રીનો આપઘાત અને પુત્રનું મોત… સંઘર્ષો છતાં જીવનભર અડગ રહ્યા આશા ભોસલે

મિડલ ઈસ્ટમાં રેસ્ટોરન્ટ બિઝનેસનો વિસ્તાર

ગાયકી ઉપરાંત આશા ભોસલેએ બિઝનેસની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. વર્ષ 2002માં તેમણે દુબઈના વાફી મોલથી ‘Asha’s’ નામની ઇન્ડિયન રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. આજે તેમના રેસ્ટોરન્ટ્સ દુનિયાભરમાં ફેલાયેલા છે, જેમાં અબુ ધાબી, કુવૈત, દોહા, કતાર અને બહેરીન જેવા મિડલ ઈસ્ટના દેશોનો સમાવેશ થાય છે. આ સિવાય લંડન, મેન્ચેસ્ટર અને બર્મિંગહામ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પણ તેમની રેસ્ટોરન્ટ્સ કાર્યરત છે. આમ, એક સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની મહેનત અને વ્યૂહનીતિથી તેમણે કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જેનું મહત્ત્વ હંમેશા રહેશે.


આશા ભોસલે માત્ર ગાયિકા જ નહીં, સફળ બિઝનેસ વુમન પણ હતા, જાણો તેમની નેટવર્થ 2 - image



Source link

Related Articles

Back to top button