गुजरात

‘હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું’, ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત | BJP MP Mansukh Vasava Declares He Won’t Contest Next Lok Sabha Polls



Mansukh Vasava Big Announcement: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવો મળી રહ્યો છે. આ દરમિયાન ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, ‘હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું…’

હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું: મનસુખ વસાવા

આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. હવે પાર્ટી નવા યુવાનોને તક આપે. આમ, મારા પછી પાર્ટી યુવા કાર્યકરોને તૈયાર કરે…’

આ પણ વાંચો: અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની તૈયારી?

તમને જણાવી દઈએ કે, મનસુખ વસાવા વર્ષ 1998થી ભરૂચ લોકસભા બેઠકમાં 7 ટર્મથી સાંસદ રહ્યા છે. વર્ષ 1995ના સમયગાળામાં રાજપીપળા વિધાનસભામાં ધારાસભ્ય અને કેશુભાઈની સરકારમાં મંત્રી રહ્યા છે. 



Source link

Related Articles

Back to top button