गुजरात

વડોદરા: ચૂંટણી આવતા પોલીસ જાગી: લાકડી લઇને ફરતા વાહનોના ચાલકો સામે પોલીસની FIR | Vadodara: Police FIR against drivers of vehicles carrying sticks



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યૂંગલ ફૂંકાઇ ગયું છે આ સાથે જ કડક આચાર સંહિતાનો અમલ શરૃ થઇ ગયો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ એકદમ સતર્ક થઇ ગઇ  હોય તેવી કામગીરી અચાનક કરવા લાગી છે.

જિલ્લાના સાવલી તાલુકામાં મંજુસર જીઆઇડીસીમાં ધારદાર લાકડી તેમજ પાનું લઇને ફરતા પાંચ વાહનચાલકો સામે પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. ગઇકાલે મંજુસર જીઆઇડીસીમાં નેટાફિમ ચોકડી પાસે પોલીસના માણસોએ વાહન ચેકિંગની ડ્રાઇવ રાખી હતી ત્યારે આ વાહનોમાં ચેકિંગ દરમિયાન ઇકો અને બોલેરો ગાડીઓમાં લાકડાનો દંડો તેમજ ધારદાર પાનું રાખતા તે વાહનોના ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અમરનાથ હરિપ્રસાદ વર્મા (રહે.યશોદા કોલોની, મકરપુરાગામ, વડોદરા), કરણ ચીમનભાઇ ચૌહાણ (રહે.ભગવાનવગો, ઉમરેઠ, જિલ્લો આણંદ), વિષ્ણુ મનુભાઇ વસાવા (રહે.રાઠોડિયાવાસ, સમા, વડોદરા), અશોક શિવભાઇ રાવલ (રહે.વિરપાર્ક, વડસરરોડ, વડોદરા) અને રાહુલ અભેસિંહ ગોહિલ (રહે.સોમજીપુરા, તા.ઠાસરા, જિલ્લો ખેડા) સામે જાહેરનામાના ભંગની મંજુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.



Source link

Related Articles

Back to top button