राष्ट्रीय

2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm modi letter nari shakti vandan adhiniyam women reservation 2029 election



Nari Shakti Vandan Adhiniyam: ભારતના લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું પગલું ભર્યું છે. પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોના નેતાઓને પત્ર લખીને નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાને સમર્થન આપવા અને તેને વહેલી તકે લાગુ કરવા માટે એક થવા વિનંતી કરી છે.

16 એપ્રિલથી સંસદમાં ઐતિહાસિક ચર્ચા

વડાપ્રધાને પત્રમાં જણાવ્યું છે કે, 16 એપ્રિલથી સંસદમાં આ અધિનિયમ પર ચર્ચા શરૂ થશે. પીએમ મોદીએ આ બેઠકને લોકશાહીને મજબૂત કરવાની તક ગણાવી છે. તેમણે કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પ માટે નારી શક્તિનો પૂર્ણ સહયોગ અને નેતૃત્વ અનિવાર્ય છે. અવકાશથી લઈને રમતગમત સુધી દીકરીઓ પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, હવે રાજનીતિમાં પણ તેમને યોગ્ય સ્થાન મળવું જોઈએ.

2029ની લોકસભા ચૂંટણીથી થશે અમલ

પીએમ મોદીના પત્રની સૌથી મહત્વની વાત એ છે કે, સરકારે હવે આ અનામતને 2029ની લોકસભા અને તમામ વિધાનસભા ચૂંટણીઓથી જ સંપૂર્ણ રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બંધારણીય નિષ્ણાતો અને વિવિધ પક્ષો સાથેના પરામર્શ બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. 2029 થી મહિલા અનામત લાગુ થવાથી લોકશાહી સંસ્થાઓમાં નવી ઊર્જાનો સંચાર થશે અને જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો: ‘અહીં સિગારેટનો કશ મારતા જ ઓફિસર આવી જાય’, કેનેડાનો એન્ટી સ્મોકિંગ કાયદો ચર્ચામાં

પક્ષવાદથી ઉપર ઉઠીને સમર્થન કરવા હાકલ

વડાપ્રધાને પક્ષોને અપીલ કરી છે કે, આ મુદ્દો કોઈ એક પક્ષ કે વ્યક્તિનો નથી, પરંતુ દેશની 140 કરોડ જનતા અને આવનારી પેઢીઓ માટેની જવાબદારી છે. તેમણે લખ્યું છે કે, વર્ષ 2023 માં જ્યારે આ ખરડો સંસદમાં પસાર થયો હતો, ત્યારે આખી દુનિયાએ ભારતની સામૂહિક ઈચ્છાશક્તિ જોઈ હતી. હવે તેને વાસ્તવિકતામાં બદલવાનો આ જ યોગ્ય સમય છે.

પીએમ મોદીએ કરેલી અપીલના મુખ્ય મુદ્દા

પીએમ મોદીએ આ પગલાને મહિલાઓ પ્રત્યેના વચનને પૂરું કરવાની દિશામાં મહત્વનું ગણાવ્યું હતું. જે સાંસદો આ ઐતિહાસિક કાર્યમાં યોગદાન આપશે, તેઓ હંમેશા સંસદની ગરમી બાબતે હંમેશા ગર્વ અનુભવશે. તમામ દળોને એક સૂરમાં સુધારો પસાર કરવા અને વધુમાં વધુ સાંસદોને આ ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન મોદીનો આ પત્ર સ્પષ્ટ સંકેત આપે છે કે, 2029ની ચૂંટણીઓ પહેલા ભારતની સંસદ અને વિધાનસભાનું ચિત્ર બદલાઈ જશે, જેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નિર્ણાયક ભૂમિકામાં હશે.



Source link

Related Articles

Back to top button