गुजरात

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people including nephew with sword pipe



મકાન ખાલી કરવાનું દબાણ કરી

દંપતિને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા, ત્રણ મહિલા સહિત ચાર લોકો વિરૃધ્ધ ફરિયાદ

ભાવનગર –  દિવાનપરા રોડ પર રહેતા કાકાને ભત્રીજાએ મકાન વેચી નાખવાનું દબાણ કરતા હોય અને કાકાને મકાન વેચવું ન હોય આ સમગ્ર મામલાની યાદ રાખી ભત્રીજા સહિત ત્રણ મહિલાઓએ કાકા-કાકી પર તલવાર એટલે પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દિવાનપરા રોડ પર રહેતા અસલામભાઈ નસરૃલ્લાહભાઈ શેખનો ભત્રીજો મહમદહુસૈન મકાન વેચીને બીજે રહેવાનું દબાણ કરતો હોય પરંતુ અસલામભાઈ મકાન તેને વેચતા ન હોય જેની દાઝ રાખી મહમદહુસૈન ઇકબાલહુસૈન શેખ, રૃબીનાબેન રમીઝભાઇ પઠાણ, જસ્મીનબેન મુસ્તમકીમભાઇ શેખ, સબીયાબેન અલ્ફાજભાઇ દસાડીયાએ એક સંપ કરી અસલામભાઈના ઘરે ધસી આવી ગાળો આપી તલવાર, છરી તથા લોખંડના પાઇપ વડે અસલામભાઈ અને તેના પત્ની જરિનાબેન પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે અસલામભાઈએ ત્રણ મહિલા સહિત ચાર વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button