गुजरात
એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા | Rs 90 ngerou a katowu seni ewe account pokiten an mwaken an epwe isoni ewe file

![]()
અમદાવાદ, શનિવાર
સાયબર ગઠિયાએ મજૂરગામમાં રહેતા શ્રમજીવી યુવકના મોબાઇલમાં એક એપ મોકલી હતી. યુવકે ભુલથી એપીકે ફાઇલ ઇસ્ટોલ કરતાની સાથે બેન્ક એકાઉન્ટમાંથી રૃા. ૯૦ હજાર ઉપરડી ગયા હતા. શ્રમજીવી યુવકની ફરિયાદ આધારે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મજુરગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે
૨૪-૦૩-૨૬ના રોજ યુવક તેમના ઘરે હાજર હતા ત્યારે મોબાઈલ ફોનમાં મેસેજ જોતા હતા. આ દરમ્યાન અચાનક તેમના મોબાઈલમાં એપીકે ફાઈલ ઇન્સ્ટોલ થઇ જતા તેમના બેંક એકાઉન્ટમાં રહેલા રૃા. ૯૦ હજાર કપાઈ ગયા બાદ અને મોબાઈલમાં રહેલો તમામ ડેટા પણ ઉડી ગયો હતો.



