गुजरात

યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bride who robbed her get 2 years in prison for cheating on a young man



જાફરાબાદ મરીન પોલીસમાં 3 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી : રોહીસા ગામના યુવક સાથે લગ્ન કર્યા બાદ રૂ. 2.60 લાખ ખંખેર્યા હતા : ચાલુ કેસ દરમ્યાન લૂટેરી દુલ્હન ફરાર 

રાજુલા, : રાજુલાના રોહીસા ગામે ત્રણ વર્ષ પહેલા યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સહિત 3  વ્યક્તિએ રૂ. 2.60 લાખની છેતરપિંડી આચરી હોવાના કેસમાં જાફરાબાદ કોર્ટે લૂંટેરી દુલ્હનના પતિ અને દલાલને 2 વર્ષની સજા ફટકારી છે. 

રોહીસા ગામે રહેતા દેવજી ગોવિંદદાસભાઈ ચૌહાણના લગ્ન પ્રિયંકા હરબાજી ઢોબળે સાથે ફૂલહાર કરી થયા હતા. જેમાં દલાલ ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી દુલ્હનનો પતિ ધર્મેન્દ્ર બાબુલાલ પ્રજાપતીને દુલ્હનનો ભાઈ અક્ષય હરબાજી ઢોબળે એવું ખોટું નામ દર્શાવી સાથે લઈ ગયો હતો. લગ્ન બાદ દેવજીના પિતાએ દલાલને રૂ.ર.૬૦ લાખ આપ્યા હતા. 

લગ્ન થયા બાદ બીજા જ દિવસે કપડા ખરીદ કરવાના બહાને પ્રિયંકા ટીંબી  ગામે ગયા બાદ ફરાર થઈ ગઈ હતી. આ મામલે યુવકના પિતા ગોવિંદદાસ ચૌહાણે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી આચરનારા આરોપી ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી,  ધર્મેન્દ્ર બાબુલાલ પ્રજાપતિ અને પ્રિયંકા હરબાજી ઢોબળે સામે ફરિયાદ નોંધી ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. 

આ કેસ જાફરાબાદ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી અને પ્રિયંકાના પતિ ધર્મેન્દ્ર બાબુલાલ પ્રજાપતીને બે વર્ષની સજા  ફટકારી છે. જયારે  આરોપી પ્રિયંકા ચાલુ કેસ દરમ્યાન ફરાર થઈ જતાં તેના વિરૃધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. તે પકડાય પછી તેની સામેનો ચુકાદો આપવામાં આવશે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ દિવ્યેશ ગાંધી રોકાયા હતા.



Source link

Related Articles

Back to top button