गुजरात

SSC Result 2020: અમદાવાદ જિલ્લાનું 66.07%, જ્યારે શહેરનું પરિણામ 65.61% આવ્યું

અમદાવાદ : રાજ્યમાં ધો.10ની પરીક્ષાનું આજે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. 2019માં ધોરણ 10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરનું 65.61 ટકા જ્યારે જિલ્લાનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 50,943 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 33,375 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 39,045 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 25,798 નાપાસ થયા છે.

અમદાવાદમાં C1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા

અમદાવાદ શહેરમાં A1 ગ્રેડમાં- 113, A2 ગ્રેડમાં- 2034, B1 ગ્રેડમાં- 4768, B2 ગ્રેડમાં-7617, C1 ગ્રેડમાં- 10069, C2 ગ્રેડમાં- 7811, D ગ્રેડમાં- 963, E1 ગ્રેડમાં 9159, E2 ગ્રેડમાં 8409 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં A1 ગ્રેડમાં- 104, A2 ગ્રેડમાં- 1538, B1 ગ્રેડમાં- 3513, B2 ગ્રેડમાં-5769, C1 ગ્રેડમાં- 8085, C2 ગ્રેડમાં- 6056, D ગ્રેડમાં- 733, E1 ગ્રેડમાં 7424, E2 ગ્રેડમાં 5823 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી અને હિન્દી કરતા વધુ

સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 74.66 ટકા આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 47.47 ટકા છે. સૌથી ઓછું દાહોદના રૂવાબારી કેન્દ્રનું 14.9 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સપરેડા કેન્દ્રનું 94.78 ટકા આવ્યું છે. ચાલું વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાનો સમાવેશ થાય છે, જ્યારે 174 શાળાનું પરિણામ 0 ટકા આવ્યું છે. રાજ્યમાં 1839 શાળાનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે. ગુજરાતીનું 57.54 અને અંગ્રેજી માધ્યમનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હિંદી માધ્યમનું 63.94 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-10ના પરિણામમાં રાજકોટનું 64.08 ટકા પરિણામ આવ્યું છે. વડોદરાનું 60.19 ટકા પરિણામ આવ્યું છે.

Related Articles

Back to top button