આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed cash from senior citizen on Ashram road ahmedabad

![]()
અમદાવાદ,શનિવાર
શહેરના જુના વાડજમાં રહેતા વૃદ્ધ નાણાંની જરૂર હોવાથી રાજકોટ તેમના સગાને ત્યાંથી એક લાખની રોકડા લઇને પાલડીથી રીક્ષામાં બેસીને ઘરે જતા હતા. ત્યારે આશ્રમ રોડ પર આવતા રીક્ષાચાલકે તેમના સાગરિતો સાથે મળીને વૃદ્ધને છરી બતાવીને રોકડની લૂંટ કરી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે તપાસ શરૂ કરી છે.
જુના વાડજ સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા જશવંતભાઇ સોંલકીને નાણાંની જરૂર હોવાથી રાજકોટમાં રહેતા તેમના બહેનના ઘરેથી એક લાખ રૂપિયા લઇને વહેલી સવારે પાલડી ચાર રસ્તા ઉતર્યા હતા. ત્યાંથી રીક્ષામાં બેસીને વાડજ જવા નીકળ્યા ત્યારે આશ્રમ રોડ દેવનંદન મોલ પાસે રીક્ષા ઉભી રાખીને પેસેન્જર તરીકે બઠેલા યુવકોએ છરી જશવંતભાઇના ગળા પર મુકીને તેમની પાસે રહેલા એક લાખ રોકડ અને અન્ય મત્તાની લૂંટ કરી હતી અને નીચે ઉતારીને ફરાર થઇ ગયા હતા. આ અંગે એલિસબ્રીજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.



