गुजरात

વિધર્મી યુવકે પ્રેમિકાને એસિડ એટેકની ધમકી આપી | Heretic youth threatens girlfriend with acid attack



મહિલાના ઘરે હોબાળો મચાવી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા વિધર્મી યુવકની કપુરાઈ પોલીસે અટકાયત કરી છે.

ફરિયાદ મુજબ, વાઘોડિયા રોડ ખાતે રહેતી ૩૧ વર્ષની નયનાબેન (નામ બદલ્યું છે ) કપડાનો વેપાર કરે છે. તેને છેલ્લા બે વર્ષથી નઈમ અસદ બિલ્લાવાલા (રહે. ઝેનિથ અમીન સોસાયટી, આજવા બાયપાસ) સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન મહિલા એ પ્રેમસંબંધ રાખવાનો ઈન્કાર કરતા નઈમ રોષે ભરાયો હતો.

ગઈકાલે બપોરે મહિલા પોતાના ઘરે મિત્ર શેતુલ સાથે હાજર હતી તે સમયે નઈમ ધસી ગયો હતો અને શોર મચાવી પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યું હતું. મહિલાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા નઈમે ઝઘડો કરી ગાળો આપી પ્રેમસંબંધ ના રાખે તો મહિલાની ગાડી સળગાવી દેવાની અને તેની પર એસિડ નાખવાની ધમકી આપી હતી. આ સમયે મહિલાના મિત્ર શેતુલ અને પરિવારના સભ્યોને પણ ધમકી આપી હતી.

અગાઉ મહિલાએ નઈમને હાથ ઉછીના રૂા. ૭ લાખ ટુકડે ટુકડે આપ્યા છે જે પરત માગતા નઈમે અવારનવાર મારી નાખવાની ધમકી આપી હોઈ પરંતુ મહિલા એડરથી કોઈ કાર્યવાહી નહિ કરી હોવાનું જણાવ્યું છે.

ઉક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી નઈમ ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button