વડોદરા: સાવલીમાં સમરાંગણ! ચૂંટણી ફોર્મ ભરવા બાબતે બે જૂથો બાખડ્યા | Two Groups Fight Over Nomination Filing In Savli Election Clash in Vadodara

![]()
Savli Election Clash: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આજે(11 એપ્રિલ, 2026) ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે વડોદરાના સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી ફોર્મ ભરવા મામલે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના સાવલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોઈ અગમ્ય કારણોસર બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. મારામારીની ઘટનાને લઈને ઘટનાસ્થળે હાજર સાવલી પોલીસ ત્યાં આવીને મામલો થાળે પાડ્યો હતો. આ દરમિયાન મારામારીને પગલે થોડા સમય માટે ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખોરવાઈ હતી.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ
▪️ ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026
▪️ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
▪️ ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
▪️ ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
▪️ મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
▪️ મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026



