मनोरंजन

દિગ્ગજ સિંગર આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ | Veteran singer Asha Bhosle suffers heart attack condition critical



Veteran singer Asha Bhosle News: ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો (કાર્ડિઆક અરેસ્ટ) આવતા તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષીય ગાયિકાની તબિયત અચાનક બગડતા તેમના પરિવારજનો અને ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સ્થિતિ ગંભીર હોવાનો સૂત્રોનો દાવો

મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોક્ટરોની એક ખાસ ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહી છે. તેમને હાલમાં ICUમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પ્રશાસન કે પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

ચાહકોએ પ્રાર્થના શરૂ કરી

આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ દેશ-વિદેશમાં વસતા તેમના કરોડો ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને જાણીતી હસ્તીઓએ પણ આશાજીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા

આશા ભોંસલેએ સાત દાયકાથી વધુ સમય સુધી ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરવા બદલ નોંધાયેલું છે. ભારત સરકારે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે.



Source link

Related Articles

Back to top button