दुनिया

ચીન છાનામાના ઈરાનને હથિયારોનો ભંડાર મોકલી રહ્યું છે, અમેરિકન એજન્સીના રિપોર્ટમાં ધડાકો | us intelligence report china sending missiles to iran trump xi talks at risk



China-Iran-Weapons: વિશ્વ મંચ પર શાંતિદૂત બનવાનો ડોળ કરતા ચીનનો અસલી ચહેરો અમેરિકી ગુપ્તચર અહેવાલોએ ખુલ્લો પાડ્યો છે. એક તરફ ચીન અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તે ગુપ્ત રીતે ઈરાનને અત્યાધુનિક ઘાતક હથિયારો પૂરા પાડવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, ચીન આગામી થોડા અઠવાડિયામાં ઈરાનને ખભા પર રાખીને ફાયર કરી શકાય તેવી એન્ટી-એરક્રાફ્ટ મિસાઉલ સિસ્ટમ (MANPADS) મોકલવાનું છે.

ત્રીજા દેશો દ્વારા હથિયારોની હેરાફેરી

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીન આ મિસાઈલ સિસ્ટમ સીધી રીતે મોકલવાને બદલે અન્ય દેશોના માર્ગે મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જેથી પકડાઈ જવાનો ડર ન રહે. આ સિસ્ટમ ઓછી ઊંચાઈએ ઉડતા અમેરિકી હેલિકોપ્ટર અને લડાકુ વિમાનો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરમાં ઈરાન દ્વારા તોડી પાડવામાં આવેલા અમેરિકી F-15 જેટ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, તેમાં આવી જ હીટ-સીકિંગ મિસાઈલનો ઉપયોગ થયો હતો. જો તે ચીની બનાવટની હોવાનું સાબિત થશે, તો તે બેઇજિંગની સીધી સંડોવણીનો પુરાવો ગણાશે.

આ પણ વાંચો : ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

ટ્રમ્પની ચીન મુલાકાત પર સંકટના વાદળો

આ ચોંકાવનારા અહેવાલો એવા સમયે આવ્યા છે જ્યારે આવતા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા બેઇજિંગ જવાના છે. એક તરફ ચીને યુદ્ધવિરામમાં મદદ કર્યાનો શ્રેય લીધો, પરંતુ બીજી તરફ તે જ યુદ્ધવિરામનો ઉપયોગ ઈરાનની સૈન્ય શક્તિ વધારવા માટે કરી રહ્યો હોવાનું જણાય છે. હવે આગામી ટ્રમ્પ-શી વાટાઘાટો અત્યંત તણાવપૂર્ણ બની શકે છે. જો અમેરિકાને ચીની હથિયારોના સજ્જડ પુરાવા મળશે, તો યુદ્ધવિરામ તૂટી શકે છે અને અમેરિકા ચીન પર આકરા આર્થિક પ્રતિબંધો પણ લાદી શકે છે.

ચીને આરોપોને નકારી કાઢ્યા

અમેરિકા સ્થિત ચીની દૂતાવાસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચીનનો તર્ક છે કે, તે માત્ર રક્ષણાત્મક પ્રણાલીઓની વાત કરી રહ્યું છે. જોકે, નિષ્ણાતો માને છે કે, ચીન ઈરાનના તેલ પર નિર્ભર હોવાથી તે તેહરાનનો સાથ છોડી શકે તેમ નથી. હાલમાં ઈરાનને બે તરફથી મદદ મળી રહી હોય તેવું દેખાય છે: રશિયા સક્રિયપણે ગુપ્ત માહિતી શેર કરી રહ્યું છે, જ્યારે ચીન પડદા પાછળ હથિયારો પૂરા પાડી રહ્યું હોવાનું અનુમાન છે.



Source link

Related Articles

Back to top button