गुजरात

જામનગર નજીક કારખાનામાં તસ્કરોના પરોણા : તસ્કરો પિત્તળ-કોપર સહિત રૂ.1.8 લાખનો મુદામાલ ઉઠાવી ગયાની ફરિયાદ | thieves raid factory near Jamnagar and stole goods worth Rs 1 8 lakh including brass and copper



Jamnagar Theft Case : જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ઉદ્યોગ વિસ્તાર નજીક આવેલ કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અને તસ્કરો પિત્તળ કોપર સહિતના ભંગાર વગેરેની કુલ 1.8 લાખની માલમતા ચોરી કરી લઈ ગયા છે. જે મામલે આ અંગે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસમાંથી માહિતી મુજબ આ બનાવ તા.3.4.2026ના રાત્રે આઠ વાગ્યાથી તા.4.4.2026 ના સવારે 8:00 વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે જામનગર-રાજકોટ હાઇવે રોડ પર માનસી હોટલ પાછળ વિકલ્પ ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ ખોડિયાર પ્લાસ્ટિકના કારખાનામાં બન્યો હતો. ફરીયાદી જયદીપભાઈ રમેશભાઈ વેકરિયા (ઉ.વ. 27 વર્ષ), રહે. જામનગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા ચોરોએ કારખાનામાંથી વિવિધ સામગ્રી  ચોરી કરી લઈ ગયા હતા. જેમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર, પિત્તળનો ભંગાર, કોપરનો ભંગાર, અંદાજે 20 કિલો બ્રાસ પાર્ટનો છોલ, ઇલેક્ટ્રિક સગડી, પંખો, ટેપ તથા હેલોજન લાઇટ સહિત કુલ અંદાજે રૂ.1,08,88.86 નો માલસામાન સામેલ છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે તેમજ અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.



Source link

Related Articles

Back to top button