राष्ट्रीय

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Monalisa



– મહાકૂંભની વાયરલ ગર્લ, પતિની મુશ્કેલી વધી 

– લગ્ન નોંધણી માટે જન્મનું બનાવટી પ્રમાણપત્ર રજુ કર્યું, કમિશને અધિકારીઓને સમન્સ મોકલ્યા

– પારધી સમાજે લગ્નને રદ કરવા માગ કરી 

નવી દિલ્હી : કુંભ મેળામાંથી પ્રખ્યાત થયેલી મોનાલિસા નામની યુવતી ફરી ચર્ચામાં છે. તેણે તાજેતરમાં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે હવે સામે આવ્યું છે કે મોનાલિસા સગીર વયની છે તેથી તેના પતિની સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. 

મધ્ય પ્રદેશના ખાનગોન પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ મોનાલિસાના પતિ ફરમાન સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની સામે એસસી એસટી એટ્રોસિટી વિરોધી કાયદો, બીએનએસની કલમો પણ લગાવવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ્સને ધ્યાનમાં રાખીને કરાયેલી તપાસમાં નેશનલ કમિશન ફોર એસટીએ દાવો કર્યો છે કે મોનાલિસાનો જન્મ ૩૦ ડિસેમ્બર ૨૦૦૯માં થયો છે, ૧૧ માર્ચે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષની જ હતી. 

તપાસમાં એવો પણ દાવો કરાયો છે કે મોનાલિસાનું બનાવટી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ લગ્ન માટે કરાયો હતો. લગ્નની નોંધણી પંચાયત ઓફિસમાં પણ કરવામાં આવી છે. કમિશને કેરળ અને મધ્ય પ્રદેશના ડીજીપીને પણ ૨૨ એપ્રીલના રોજ હેડક્વાર્ટરે હાજર થવા કહ્યું છે. મોનાલિસા પારધી સમાજ સાથે જોડાયેલી છે. જેને પગલે મધ્ય પ્રદેશના બૈતૂલની પારધી સમાજની મહિલાઓએ મોનાલિસાના લગ્નને રદ કરવાની માગણી કરી છે. સાથે જ રાજ્યપાલના નામે કલેક્ટરને આવેદનપત્ર પણ સોંપવામાં આવ્યું છે. 



Source link

Related Articles

Back to top button