दुनिया

એન્થ્રોપિકના નવા એઆઈ મોડલને લઈને અમેરિકામાં ઉચ્ચ સ્તરીય બેઠક | High level meeting in America on Anthropic’s new AI model



– માયથોસ AIને કારણે ફાઈનાન્શિયલ માર્કેટ ચિંતિત

– ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ, ફેડરલ રિઝર્વ ચેરમેન પોવેલની યુએસની ટોપ બેંકના અધિકારીઓ સાથે ચર્ચ 

ન્યૂ યોર્ક : અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિકના નવા મોડલ ક્લોડ માયથોસને કારણે ફાઇનાન્શિયલ માર્કેટમાં ભય જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમી પોવેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. 

રિપોર્ટ મુજબ, આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં બેંક ઓફ અમેરિકા, સિટીગુ્રપ, મોર્ગન સ્ટેનલી અને વેલ્સ ફાર્ગોના સીઈઓ હાજર રહ્યા હતા. તેમની ચર્ચાના કેન્દ્રમાં ક્લોડ માયથોસ પ્રીવ્યુ હતું. આ મોડલ કોઈપણ માણસ કરતા વધુ સારી રીતે સોફ્ટવેરની નબળાઈઓને શોધી શકે છે. નિષ્ણાતોના મતે, જો તે ખોટા વ્યક્તિના હાથમાં જાય તો હેકિંગ અને સાયબર હુમલાઓ વધવાની શક્યતા છે.

વિશ્વની સૌથી સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ ઓપનબીએસડી કે જેમાં, ૨૭ વર્ષથી કોઈ ખામી નહોતી શોધાઈ તેની ખામી પણ આ મોડલ બહાર લાવ્યું હતું. તેના કારણે સોફ્ટવેર, ફાઇનાન્સ અને લીગલ સેક્ટરના પરંપરાગત કામકાજ પર અસર પડી શકે છે. એન્થ્રોપિકના જણાવ્યા અનુસાર, આ મોડલેે  રિલીઝ પહેલા જ દરેક જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ અને વેબ બ્રાઉઝરમાં હજારો ગંભીર ખામીઓ શોધી છે.

એન્થ્રોપિકથી વૈશ્વિક બજારોમાં 2 ટ્રિલિયન ડોલરનું ધોવાણ

એન્થ્રોપિકના વિવિધ એઆઈ મોડલ્સ પરંપરાગત સોફ્ટવેર બિઝનેસ માટે પડકાર બન્યા છે. તેમના  લોન્ચિંગને કારણે અમેરિકા, યુરોપ, એશિયાની સોફ્ટવેર-એઝ-અ-સર્વિસ કંપનીઓના શેરોમાં છેલ્લા કેટલાક સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ, વૈશ્વિક બજારોમાં સોફ્ટવેર કંપનીઓની માર્કેટ વેલ્યુમાં ૨ ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે. જાણકારોના મતે, એન્થ્રોપિકની એઆઈ ટેકનોલોજીના કારણે ઘણા બિઝનેસ મોડલમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ ઘટના દર્શાવે છે કે, એઆઈ હવે વૈશ્વિક બજાર અને રોકાણના ટ્રેન્ડ્સને પણ પ્રભાવિત કરી રહ્યું છે. 



Source link

Related Articles

Back to top button