मनोरंजन

સ્પિરિટના સેટ પર આગમાં એકને ઈજા, શૂટિંગ અટકાવવું પડયું | One injured in fire on set of Spirit shooting had to be stopped



– પ્રોડક્શન ટીમે જાતે જ આગ બુઝાવી 

– સેટ પર પ્રોડક્શનને લગતાં કેટલાંક ઉપકરણો તથા સાધનો ખાકઃ મોટું નુકસાન ટળ્યું

મુંબઇ : પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર આગ લાગી હતી. આ આગમાં એક ક્રૂ મેમ્બરને ઈજા થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આગ વખતે પ્રભાસ સેટ પર હાજર ન હતો. આગના કારણે થોડા સમય માટે શૂટિંગ અટકી ગયું હતું. 

સેટ પર શૂટિંગ માટે બનાવામાંઆવેલા ટેન્ટ્સ અને ફિલ્મોના પ્રોડકશનને લગતા થોડા  સાધનો આ આગમાં ખાક થઈ ગયાં હતાં. 

જોકે, પ્રોડક્શન ટીમે સેટ પર ઉપલબ્ધ ફાયર ફાઈટિંગ સાધનોની મદદથી ત્વરિત આગ બૂઝાવી હતી. આથી મોટા પ્રમાણમાં નુકસાન ટાળી શકાયું  હતું. 

સંદિપ રેડ્ડી વાંગાએ હાલ ઝડપભેર આ ફિલ્મનું શૂટિંગ આગળ વધાર્યું છે. આગામી વર્ષે માર્ચ મહિનામાં આ ફિલ્મ રીલિઝ કરવાનો તેનો પ્લાન છે. 



Source link

Related Articles

Back to top button