गुजरात

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપી ફરાર | Attack on young man who ran to help after moped fell asleep in Navapura



Vadodara Accident : વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આર.વી. દેસાઈ રોડ પર માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં મદદ કરવા દોડેલા યુવાનને જ ગંભીર ઇજા ભોગવવી પડી છે. નવાપુરામાં રહેતા જયેશ ચંપકભાઈ ઠાકોર (વ્યવસાયે ફોટોગ્રાફર) પર મોપેડ ચાલકે હુમલો કરતાં તેઓએ એક આંખની દ્રષ્ટિ ગુમાવી હોવાનું સામે આવ્યું છે. 

ફરિયાદ મુજબ, ગઈ તા. 8 એપ્રિલના સાંજે જયેશ ઠાકોર આર.વી.દેસાઈ રોડ પર દશામાના મંદિર પાસે બેઠા હતા. તે દરમિયાન ગોયાગેટ સોસાયટીમાં રહેતો કૌશિક રાજપુત મોપેડ પર પસાર થતો હતો, ત્યારે તેની મોપેડ સ્લીપ થઈ જતા તે નીચે પટકાયો હતો. માનવતા દાખવીને જયેશ અને તેનો મિત્ર દુર્ગેશ તેને ઉભા કરવા માટે મદદે દોડી ગયા હતા.

પરંતુ કૌશિક રાજપુત અચાનક ઉશ્કેરાઈ ગયો અને મને અડવું નહીં કહી જયેશ ઠાકોરને ડાબી આંખ પર જોરદાર મુક્કો માર્યો હતો. હુમલાના કારણે જયેશની આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું.

ઘટના સ્થળે લોકો એકત્ર થતા આરોપી કૌશિક રાજપુત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત જયેશને પહેલા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, આંખમાં ગંભીર ઈજા થતાં અંદરનો પડદો ફાટી ગયો છે અને આજીવન દ્રષ્ટિ ગુમાવી છે. 

આ બનાવને લઈ ફરિયાદના નવાપુરા પોલીસે આરોપી કૌશિક રાજપુત સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button