राष्ट्रीय

છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર | 6 killed in 2 car collision in kanker chhattisgarh



Chhattisgarh Car Accident: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. અહીં બે કાર વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં એક માસૂમ બાળક સહિત કુલ 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે. કાંકેરના પોલીસ અધિક્ષક નિખિલ અશોક કુમાર રાખેચાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ નાથિયા નવાગાંવ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને 6 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

ગંભીર રીતે ઘાયલ મુસાફરો જિલ્લા હોસ્પિટલમાં દાખલ

આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોની હાલત હજુ પણ નાજુક છે અને તેઓને સતત મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી રાહત કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: પ.બંગાળમાં ‘બાબરી’ નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું

અકસ્માતના ચોક્કસ કારણો જાણવા કવાયત તેજ

પોલીસે હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને કાર તેજ ગતિએ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. પોલીસ ઘાયલોના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. 


છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર 2 - image



Source link

Related Articles

Back to top button