શહેર અને જિલ્લામાં દારૃની 168 બોટલ, બિયરના ૫૨ ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer seized in city and district

![]()
ચાર પોલીસ મથકમાં કુલ પાંચ ગુના નોંધાયા
પોલીસે કુલ રૃ.૪૦,૩૫૯ના મુદ્દામાલ સાથે ૩ને ઝડપી પાડયા, ૯ સામે ગુનો દાખલ
ભાવનગર – ભાવનગર શહેર અને જિલ્લામાં દારૃના અલગ-અલગ પાંચ બનાવોમાં પોલીસે દારૃની નાની મોટી ૧૬૮ બોટલ અને બિયરના ૫૨ ટીન મળી કુલ રૃ.૪૦,૩૫૯નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ શખ્સોને ઝડપી લઈ નવ શખ્સો સામે અલગ-અલગ પાંચ ગુના નોંધ્યા છે.
શહેરના ચિત્રા મામાના ઓટલા પાછળ સ્કુટર પર વિદેશી દારૃ વેચતા હિતેશ હિંમતભાઈ ધાપા (રહે.મફતનગર, ચિત્રા)ને લોકલ ક્રાઈમબ્રાંચે રૃ.૫૮૮૪ની કિંમતની વિદેશી દારૃની ૧૪ બોટલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેને આ દારૃ ઋત્વીક ઉર્ફે માંજો મુકેશભાઈ મકવાણા અને નયનાબેન ઉર્ફે નનુ જેન્તીભાઈ બારૈયા (બન્ને રહે.ચિત્રા) વેચાણ માટે આપી ગયા હોવાની કબુલાત આપતા ત્રણેય સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જ્યારે ઘોઘા તાલુકાના કુડા ગામે બાપા સિતારામ મઢી પાસે શંકાસ્પદ હાલતે ઉભેલા દિલિપ છગનભાઈ શિયાળ (રહે.ઘોઘા)ને ઘોઘા પોલીસે તપાસતા તેની પાસેથી રૃ.૯ હજારની કિંમતના દારૃના ૪૦ ક્વાટર મળી આવ્યા હતા. આ દારૃ તે તેના મિત્ર સંતોષ પ્રવિણભાઈ જેઠવા (રહે.હાથબ) પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા બન્ને સામે ઘોઘા પોલીસમા ગુનો નોંધાયો છે. ઉપરાંત ઘોઘાના હાથબ ગામે ચિરોડા વિસ્તારમાં રહેતા ઉમેશ ઉર્ફે પાટીદાર



