ટ્રમ્પ હવે ઉતાવળા થયા છે પરંતુ તેઓને ગૂંચવી શકાય તેમ નથી | Trump is now in a hurry but he cannot be fooled

![]()
– બટકણા યુદ્ધ વિરામ અંગે વાન્સની ઇરાનને ચેતવણી
– હંગેરીની મુલાકાત સમયે અમેરિકાના ઉપપ્રમુખે આમ છતાં મડાગાંઠ ઉકેલવા કહ્યું તે માટે ઇરાને મંત્રણાના મેજ પર આવવું તે શ્રેષ્ઠ માર્ગ છે
બુડાપેસ્ટ : અમેરિકાના ઉપપ્રમુખ જેડીવાન્સે બુધવારે ઇરાનને ચેતવણી આપતાં કહ્યું કે ઇરાને સતત ટકી શકે તેવા લાંબાગાળાના કરારો કરવામાં પોતાની પૂરી પ્રતિબદ્ધતા દર્શાવવી અનિવાર્ય છે. અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં બુધવારે સાંજે વાન્સે આ સાથે ઇરાનને ફરી ચેતવણી આપતાં કહ્યું હતું કે અત્યારે યોજાયેલો યુદ્ધ વિરામ બટકણો બની રહે તેમ છે. સાથે તેઓએ કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ હવે ઉતાવળા થયા છે. પરંતુ તેઓને ગૂંચવી શકાય તેમ નથી.
આ ટૂંક સમયના યુદ્ધ વિરામ અંગે તેમણે કહ્યું આ ટુંક સમયનો યુદ્ધ વિરામ રાજદ્વારી ગતિવિધિ માટે નાની એવી બારી ઉઘાડી આપે છે. પરંતુ મંત્રણાની સફળતાનો આધાર ઇરાન પર છે, તે મંત્રણા સફળ થાય તો જ પશ્ચિમ એશિયા અને મધ્યપૂર્વમાં તંગદિલી ઘટી શકે.
અમેરિકાના ઉપપ્રમુખે વધુમાં કહ્યું કે જો ઇરાનીઓ ખરેખર અમારી સાથે વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્ણ રીતે કામ કરવા માગતા હોય તો મને લાગે છે કે અમે કોઈ સમજૂતી સાધી શકીશું. આ અંગે પ્રમુખ ટ્રમ્પનાં વલણની સ્પષ્ટતા કરતાં ઉપપ્રમુખ જે.ડી.વાન્સે કહ્યું હતું કે આ વિવાદમાંથી વહેલામાં વહેલી તકે માર્ગ નીકળે તે જોવા માટે તેઓ અધીરા થયા છે.



