दुनिया

ચીનના નોસ્ત્રાદમસ ગણાતા જિયાંગની ઇરાન યુધ્ધને લઇને ખતરનાક ભવિષ્યવાણી | Jiang considered China’s Nostradamus makes dangerous predictions about the Iran war



બેઇજિંગ,૯ એપ્રિલ,૨૦૨૬,ગુરુવાર 

ચીનના નોસ્ત્રાદમસ ગણાતા પ્રોફેસરે જિયાંગ જયૂકિને ઇરાન યુધ્ધને લઇને ખતરનાક ભવિષ્યવાણી કરી છે. જિયાંગે અત્યાર સુધી ઇરાન-અમેરિકા યુદ્ધને લઇને જેટલી પણ આગાહી કરી છે તે સાચી પડી છે. પોતાની યુ ટયૂબ ચેનલ પર જિયાંગે ઇરાન યુદ્ધના લીધે સમગ્ર દુનિયા પરેશાન થશે એવી આગાહી કરી હતી. ઇરાન યુધ્ધમાં અમેરિકાએ ખૂબ પરેશાન થવું પડશે. ટ્રમ્પ ઇરાનનો નાશ કરવાની અત્યંત કડક ધમકી આપશે પરંતુ પછીથી પીછેહઠ કરશે. આમ તેમની તમામ ભવિષ્યવાણીઓ અક્ષર સહ સાચી સાબીત થઇ છે.

હવે ચીનના નોસ્ત્રાદમસે નવી આગાહી કરી છે કે અમેરિકા ઇરાનમાં પોતાની જમીની સેના ઉતારશે અને ભીષણ યુધ્ધ શરુ થશે. યુધ્ધ જીતવા માટે માત્ર એર સ્ટ્રાઇક કામ લાગશે નહી. ઇરાન અમેરિકાની સરખામણીમાં ઓછી સંરક્ષણ ક્ષમતા ધરાવે છે પરંતુ તે ખૂબજ સાવધાની રાખી રહયું છે. એટલું જ નહી યુદ્ધમાં જે પક્ષ લચિલાપણુ અને બાંધછોડ રાખશે તે જીતી જશે. અગાઉ જિયાંગે ત્રણ આગાહીઓ કરી હતી. કોઇને વિશ્વાસ ન હતો ત્યારે ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફરી રાષ્ટ્રપતિ બનશે, ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે. ઇરાન યુદ્ધ જીતી જશે એવો દાવો કરીને ચોંકાવી દીધા હતા. આ ત્રણેય આગાહીઓ સાચી પડી છે, હવે અમેરિકા ઇરાનમાં સૈનિકો ઉતારશે એ જો સાચું પડશે તો મધ્ય પૂર્વના રાજકિય સમિકરણો બદલાઇ જશે.



Source link

Related Articles

Back to top button