दुनिया

ઇરાન-અમેરિકા યુદ્ધવિરામમાં લેબનોન મોટી સમસ્યા બન્યું, ફરી યુદ્ધના ભણકારા ? | Lebanon has become a major problem in the Iran US ceasefire is war brewing again



તહેરાન,૯ એપ્રિલ,૨૦૨૬,ગુરુવાર 

મધ્યપૂર્વંમાં ઇરાન અને અમેરિકા વચ્ચે યુધ્ધવિરામ થતા શાંતિની આશા જાગી છે પરંતુ લેબનોન પર ઇઝરાયેલના હુમલા ફરી  સમસ્યા બની છે. ઇરાને યુદ્ધવિરામમાં લેબનોન પણ સામેલ છે તેમ છતાં ઇઝરાયેલ દ્વારા ચાલી રહેલા હુમલાનો વિરોધ નોંધાવ્યો છે. ઇઝરાયેલે લેબનોનમાં બુધવારે ૧૦ મિનિટમાં ૧૦૦ જેટલા હુમલા કરતા ૨૫૭ લોકોના મુત્યુ થયા હતા. ઇઝરાયેલ માને છે કે યુધ્ધવિરામમાં લેબનોનનો સમાવેશ થતો નથી. અમેરિકાએ પણ ઇઝરાયેલના દાવાને સમર્થન કરીને  લેબનોન અંગે ઇરાનની ગેર સમજણ હોવાની સ્પષ્ટતા કરી છે. મધ્ય પૂર્વમાં લાંબા સમયની શાંતિ સમજૂતી માટે લેબનોન પણ મહત્વનો છે. 

ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબફે  સ્પષ્ટતા કરી હતી કે લેબનોન અને સમગ્ર રેજિસ્ટેંસ એકિસસ ઇરાનની રાજનીતિક સહયોગી છે આથી તેને સંઘર્ષવિરામની બહાર રાખવું અશકય છે.રેજિસ્ટેંસ એકિસસ ઇરાનના નેતૃત્વ ધરાવતું એક સૈન્ય ગઠબંધન છે જે પશ્ચિમ એશિયામાં સક્રિય છે. ગાલિબફના જણાવ્યા અનુસાર અમેરિકા અને ઇરાન વચ્ચેની મધ્યસ્થતા કરાવનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી  શહબાઝ શરીફે લેબનોન મુદ્વે જાહેરમાં સ્પષ્ટતા પણ કરી હતી. બે સપ્તાહના યુધ્ધવિરામની જાહેરાતની એકસ પોસ્ટમાં લેબનોનનો પણ સમાવેશ થતો હોવાની કરી હતી. આથી જો સંઘર્ષ વિરામનું ઉલંઘન થયું તો ખૂબ મોટી કિંમત ચુકાવવી પડશે. ઇરાન તરફથી ખૂબજ જડબાતોડ જવાબ આપવામાં આવશે.



Source link

Related Articles

Back to top button