તાઇવાનના આકાશમાં મિસાઇલો નહી પક્ષીઓ ઉડવા જોઇએ, ચીનમાં તાઇવાનના વિપક્ષી નેતાના બોલ | Taiwan’s opposition leader in China says birds not missiles should fly in Taiwan’s skies

![]()
તાઇપે,૯ એપ્રિલ,૨૦૨૬,ગુરુવાર
ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધ પછી ચીન અને તાઇવાનના સંઘર્ષ અંગે પણ ભવિષ્યમાં સંઘર્ષ થઇ શકે છે એવી અટકળો વચ્ચે ચીનમાં આમંત્રિત તાઇવાનની વિપક્ષી નેતા ચેંગ લી વુને શાંતિનો સંદેશ આપ્યો છે. ચેંગ લીએ વુને તાઇવાનના આકાશમાં મિસાઇલો નહી પરંતુ પક્ષીઓ ઉડવા જોઇએ. પાણીમાં યુધ્ધ જહાજ નહી પરંતુ માછલીઓ તરવી જોઇએ. તાઇવાનની સૌથી મોટી રાજકિય પાર્ટી કુઓમિતાંગની પ્રમુખ ચેંગ ચીનનો પ્રવાસ છે.ચીનના પોતાના પ્રવાસને એક શાંતિ મિશન ગણાવ્યું છે જેનો હેતું ચીન અને તાઇવાન વચ્ચેનો તણાવ ઓછો કરવાનો છે.
જો કે ચેંગના પ્રવાસ દરમિયાન જ ચીને તાઇવાનની આસપાસની સૈન્ય હિલચાલ વધારી છે. તાઇવાનના રક્ષા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૨૪ કલાકમાં તાઇવાન ટાપુની આસપાસ ૬ ચીની સૈન્ય વિમાનો અને ૮ સમુદ્રી યુદ્ધ જહાજ દેખાયા હતા. તાઇવાન સરકારે વિપક્ષી નેતાને ચીનની ધમકીઓ રોકાય તેની રજૂઆત કરવાની અપીલ કરી છે. તાઇવાનનું માનવું છે કે ચીને તાઇવાનની લોકશાહી ઢબે ચુંટાયેલી સરકાર સાથે વાતચીત કરવી જોઇએ. ચીને તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ તે કો ને અલગાવવાદી ગણાવીને વાતચીત કરવાનો ઇન્કાર કર્યો છે.



