दुनिया

હોર્મુઝ કોઈની જાગીર નથી: ઈરાનની મનમાની પર ભડક્યું UAE, 230 ઓઇલના જહાજો અટવાતા સર્જાયું સંકટ | UAE Slams Iran On Strait of Hormuz Crisis



Strait of Hormuz Row: સંયુક્ત આરબ અમીરાત(UAE)ની એક મોટી તેલ કંપનીના પ્રમુખે ગુરુવારે(9 એપ્રિલ, 2026) સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કરાતા આપત્તિ વ્યક્ત કરી છે. આમ, ઈરાનની મનમાની પર UAE ભડક્યું છે. જેમાં UAEની કંપનીએ ઈરાન વિરુદ્ધ કડક શબ્દોમાં નિવેદન જારી કરીને કહ્યું કે, ‘હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વપૂર્ણ જળમાર્ગનો હથિયાર તરીકે ઉપયોગ, કોઈપણ સ્વરૂપમાં સહન કરી શકાતો નથી. હોર્મુઝ કોઈની જાગીર નથી…’

230 તેલના જહાજો અટવાતા સર્જાયું સંકટ

UAEની સરકારી કંપની અબૂ ધાબી નેશનલ ઓઈલ કંપનીના CEO સુલ્તાન અલ-જાબેર મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘તેલથી ભરેલા લગભગ 230 જહાજો સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી પસાર થવા માટે તૈયાર ઊભા છે. આ જહાજો પર હવે ઈરાનનું નિયંત્રણ છે. ‘

જહાજોને પસાર થવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ

અલ-જાબેરે જણાવ્યું હતું કે, ‘જહાજોને કોઈપણ શરતો વિના અહીંથી પસાર થવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈપણ દેશને એ નક્કી કરવાનો કોઈ કાયદેસર અધિકાર નથી કે અહીંથી કોણ પસાર થઈ શકે. ઈરાને તેના નિવેદનો અને તેના કાર્યો બંને દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે આ માર્ગ પરથી પસાર થવું પરવાનગી, શરતો અને રાજકીય દબાણ પર આધારિત છે. આમ, આ નેવિગેશનની સ્વતંત્રતા નથી પણ બળજબરી છે.’

હોર્મુઝ સ્ટ્રેટ પર EUનું વલણ સ્પષ્ટ

UAE ઉપરાંત યુરોપિયન સંઘે પણ કહ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ પ્રકારની ચૂકવણી અથવા ટોલ વિના નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ. ઈરાને આ મહત્ત્વપૂર્ણ ગલ્ફ જળમાર્ગમાંથી જહાજોને પસાર થવા દેવા માટે ફી વસૂલવાનો સંકેત આપ્યા બાદ EUએ આ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઈઝરી

EU પ્રવક્તાએ શું કહ્યું?

યુરોપિયન આયોગના પ્રવક્તા અનવર અલ અનુનીએ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય કાયદો નેવિગેશનની સ્વતંત્રતા પ્રદાન કરે છે, જેનો મૂળભૂત અર્થ એ છે કે કોઈપણ પ્રકારની ચૂકવણી કે ટોલ નહીં. નેવિગેશનની સ્વતંત્રતા જાહેર હિત છે અને તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.”



Source link

Related Articles

Back to top button