राष्ट्रीय

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ | sabrimala case hearing govt says someone could says i want to go with nonveg food in temple


Sabrimala Case Hearing: સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલા પ્રતિબંધના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતાં એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે પરંપરાઓનું સમર્થન કર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે દરેક મંદિર અને ધાર્મિક સંપ્રદાયની પોતાની આગવી માન્યતાઓ હોય છે, જેને માત્ર કાયદાકીય માપદંડો કે સ્ત્રી-પુરુષના સમાન અધિકારોના દૃષ્ટિકોણથી ન જોવી જોઈએ.

પરંપરા અને બંધારણીય અધિકારો વચ્ચેનો તર્ક

એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ આપતાં કહ્યું કે, જેવી રીતે શાકાહારી મંદિરોમાં નોનવેજ લઈ જવાની મનાઈ હોય છે, તેવી જ રીતે સબરીમાલાની પરંપરાઓ પણ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલી છે. વ્યક્તિને બંધારણીય રીતે ગમે તે ખોરાક લેવાની છૂટ હોઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પોતાની જીદથી મંદિરની વર્ષો જૂની પરંપરા અને અન્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે. આમ, તેમણે ધાર્મિક પરંપરાઓને બંધારણીય અધિકારો કરતાં અલગ રાખીને જોવાની અપીલ કરી હતી.

ધાર્મિક માન્યતાઓમાં કોર્ટના દખલ પર ચર્ચા

ASG નટરાજે દક્ષિણ ભારતના મંદિરોમાં દારૂને પ્રસાદ તરીકે ધરાવવાની પરંપરાનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે, કોઈપણ બહારની અદાલત એ નક્કી ન કરી શકે કે કયા સંપ્રદાયે કઈ પરંપરા પાળવી જોઈએ. ભલે કોઈ પરંપરા કોઈને સાચી લાગે કે ખોટી, પરંતુ તે ચોક્કસ સંપ્રદાયનો આંતરિક વિષય છે. જોકે, આ દલીલ સામે જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ અવલોકન કર્યું હતું કે, જ્યારે બે જૂથો વચ્ચે માન્યતાઓને લઈને વિવાદ કે ટકરાવની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે અદાલતની ભૂમિકા અનિવાર્ય બની જાય છે. જો કોઈ વ્યક્તિ પૂજા કરવાની પદ્ધતિને પડકારે, તો કોર્ટે પુરાવાઓના આધારે દરમિયાનગીરી કરવી પડે છે.

આ પણ વાંચો: CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી

તુષાર મહેતાની દલીલ: પરંપરા એ અપમાન નથી

આ સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ મહત્ત્વની દલીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં એવા પણ અનેક મંદિરો છે જ્યાં પુરુષોનો પ્રવેશ વર્જિત છે. આવી પરંપરાઓને પુરુષોના અપમાન તરીકે જોવાને બદલે તેને ધાર્મિક માન્યતા અને પરંપરાના ભાગ રૂપે જોવી જોઈએ. આમ, સબરીમાલા કેસમાં પરંપરા અને બંધારણીય અધિકારો વચ્ચેના સંઘર્ષને લઈને કોર્ટમાં ઉગ્ર દલીલો ચાલી રહી છે.


કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ 2 - image



Source link

Related Articles

Back to top button