गुजरात

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામાન કબજે | Cleaning of road divider from Akota Road to Munj Mahuda in Vadodara: 3 trucks of goods seized



Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા દાંડિયા બજાર અકોટા બ્રિજથી મુંજ મહુડા જતા રસ્તાની સાફ સફાઈ દરમિયાન દબાણ શાખાએ 7 જેટલા ઓટલાના સહિત ગેરકાયદે બનાવેલા ચારેક શેડ તોડી પાડ્યા હતા. જ્યારે દુકાનો અને ગલ્લાઓ આગળ લગાવેલા 20 જેટલા બોર્ડ ઉતારી ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના રોડ રસ્તાની સફાઈ દરમિયાન નડતરરૂપ હંગામી ગેરકાયદે દબાણો હટાવીને વધુ બે-ટ્રક સામાન કબજે કરવામાં આવ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા વચ્ચેના ડિવાઇડરોની પ્રતિદિન થતી સાફ-સફાઈમાં રોજે રોજ જુદા જુદા રોડ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે દાંડિયા બજાર અકોટા બ્રિજ પૂરો થતા જ મુંજ મહુડા સુધીના રસ્તાને ડિવાઇડરોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. દરમિયાન રસ્તાની બંને બાજુએ થયેલા હંગામી દબાણો સહિત દુકાનો અને લારી ગલ્લા આગળ લગાવવામાં આવેલા 20 બોર્ડ ઉપરાંત માર્જિનની જગ્યામાંથી 7 ઓટલા બુલડોઝરથી તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો. 

આવી જ રીતે શરીરના પૂર્વ વિસ્તારમાં પણ વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના રોડ રસ્તે સાફ સફાઈ દરમિયાન નડતરરૂપ હંગામી દબાણો હટાવીને તંત્ર દ્વારા વધુ બે ટ્રક માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button