गुजरात

ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update Meteorological Department’s Heat Forecast Gujarat Rain April 9



Gujarat Weather Update: રાજ્યમાં ધીમે ધીમે ગરમી પોતાનો આકરો મિજાજ બતાવી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો જોવા મળશે. 

ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય

હાલમાં રાજ્યમાં હવામાનને અસર કરતી ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે.

ગરમીનો પારો હજુ વધુ ઊંચે જવાની સંભાવના

પમાનના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સામાન્ય રીતે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. વિવિધ પ્રમુખ શહેરોમાં પણ ગરમીનો પારો સતત ઊંચકાયેલો જોવા મળ્યો છે. જેમાં ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદમાં 35.8 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં પારો હજુ વધુ ઊંચે જવાની સંભાવના હોવાથી નાગરિકોને કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

સામાન્યથી ઓછો વરસાદ રહેવાની આગાહી

બીજી તરફ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ હોઈ શકે છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે (Skymet) વર્ષ 2026ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતા વધારનારું છે. સ્કાયમેટના અહેવાલ મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું 94 ટકા (અંદાજે 817 મિ.મિ.) રહેવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે, આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે નબળો રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની મોટી ખાધ જોવા મળી શકે છે.

અલ નીનો ફેક્ટર બનશે વિલન?

હવામાન નિષ્ણાતોના મતે, પેસેફિક મહાસાગરમાં સર્જાતો અલ નીનો પ્રવાહ આ વર્ષે સક્રિય થઈ શકે છે. તેની સીધી અસર ભારતીય ચોમાસા પર પડે છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે. વિવિધ મોડેલો અનુસાર, સામાન્યથી વધુ વરસાદની શક્યતા માત્ર 10% છે, જ્યારે દુષ્કાળની શક્યતા 30% જેટલી વધારે છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી

શું આ આગાહી બદલાઈ શકે?

જો કે, હવામાન વિભાગનું માનવું છે કે, ક્લાયમેટ ખૂબ ઝડપથી બદલાય છે. ઘણીવાર અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા કે લો-પ્રેશર સિસ્ટમને કારણે આગાહી કરતાં વધુ વરસાદ પણ પડી જાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સત્તાવાર પૂર્વાનુમાન હજુ જાહેર કરવામાં આવ્યું નથી, જેના પર સૌની મીટ મંડાયેલી છે.



Source link

Related Articles

Back to top button