दुनिया

ઈરાન સાથે સીઝફાયર બાદ હવે ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી! યુરોપિયન દેશોની ચિંતા વધી | Donald Trump Considers Exiting NATO Amid Tensions Over Iran Military Action and Alliance Strength



US NATO Withdrawal 2026: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસરો હવે વૈશ્વિક રાજકારણ પર પણ જોવા મળી રહી છે. ઈરાન વિરુદ્ધ અમેરિકાએ જે સૈન્ય કાર્યવાહી કરી છે, તેનાથી નાટો(NATO) ગઠબંધનના દેશો ખુશ નથી અને બંને વચ્ચે મતભેદો સર્જાયા છે. આ વિવાદને ઉકેલવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના વડા માર્ક રૂટે સાથે બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે નાટો ગઠબંધન છોડવાની તૈયારી બતાવતા વિશ્વભરમાં ચર્ચા જાગી છે. અમેરિકાના આ વલણથી પશ્ચિમી દેશોની સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો આવવાની શક્યતા દેખાઈ રહી છે.

ગઠબંધનની નિષ્ફળતા અને ટ્રમ્પની નારાજગી

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો ગઠબંધનથી અલગ થવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે આ ગઠબંધન હવે પહેલા જેવું મજબૂત રહ્યું નથી અને તે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું છે. ટ્રમ્પની નારાજગીનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી, ત્યારે યુરોપના સાથી દેશોએ તેમને સહયોગ આપ્યો નથી.

આ ઉપરાંત, મહત્ત્વની બેઠકમાં હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વાતચીત દ્વારા કઈ રીતે શાંત કરી શકાય, તેવા ગંભીર મુદ્દાઓ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સ્થિતિ બતાવે છે કે અમેરિકા હવે નાટોમાં રહેવાને બદલે પોતાની રણનીતિ બદલવા પર ભાર મૂકી રહ્યું છે.

જવાબદારીઓની વહેંચણી પર ભાર

બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ નાટોના વડા માર્ક રૂટે સાથે બેઠક કરી હતી, જેમાં સભ્ય દેશો વચ્ચે જવાબદારીઓની વહેંચણી અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, અમેરિકાના રિપબ્લિકન પક્ષના કેટલાક નેતાઓ ટ્રમ્પના વલણથી અલગ વિચાર ધરાવે છે. આ નેતાઓનું માનવું છે કે નાટો ગઠબંધન મજબૂત હોવું તે અમેરિકાના પોતાના હિતમાં છે.

આ પણ વાંચો: ‘જો ડીલ તૂટશે તો ઈરાન પર ઘાતક કાર્યવાહી કરીશું…’, સીઝફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

વ્હાઇટ હાઉસે હાલ પૂરતું સ્પષ્ટ કર્યું છે કે પ્રમુખ ટ્રમ્પ અને નાટો વડા વચ્ચેની બેઠક સંપન્ન થઈ છે, પરંતુ નીતિમાં ફેરફાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્ષ 1949થી પશ્ચિમી દેશોની સુરક્ષા માટે જે ગઠબંધન મુખ્ય આધાર રહ્યું છે, તેના વિશે ટ્રમ્પના કડક વલણે સમગ્ર યુરોપના દેશોમાં ચિંતા વધારી દીધી છે.


ઈરાન સાથે સીઝફાયર બાદ હવે ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી! યુરોપિયન દેશોની ચિંતા વધી 2 - image



Source link

Related Articles

Back to top button