दुनिया

જો ડીલ તૂટશે તો ઈરાન પર ઘાતક કાર્યવાહી કરીશું…’, સીઝફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી | donald trump final warning to iran strait of hormuz us military deployment



Donald Trump Warning to Iran: અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત નાજુક મોડ પર આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ઇરાનને સંદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અસલી સમજૂતી જમીન પર લાગુ નહીં થાય, ત્યાં સુધી અમેરિકી સેના અને તેના ઘાતક હથિયારો ઇરાનને ઘેરીને જ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો સંદેશ

વ્હાઇટ હાઉસથી સંબોધન કરતા ટ્રમ્પે જણાવ્યું કે, જો ઇરાને સમજૂતીની શરતો તોડી તો તેના પર અત્યાર સુધીની સૌથી મોટી અને શક્તિશાળી સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, હું ઇરાનને કોઈપણ કિંમતે પરમાણુ બોમ્બ બનાવવા નહીં દઉં. ઇરાનનો પરમાણુ કાર્યક્રમ અટકાવવો એ અમારી પ્રથમ અગ્રતા છે.

આ પણ વાંચો: VIDEO: 2 બોલ 2 રન..ડેવિડ મિલરના એક નિર્ણયે દિલ્હીને જીતેલી બાજી હરાવી, IPLમાં મોટો અપસેટ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાની કડક નજર

વૈશ્વિક અર્થતંત્ર અને તેલના પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાબતે પણ અમેરિકાએ પોતાની રણનીતિ સાફ કરી દીધી છે. આ દરિયાઈ માર્ગ કોઈપણ સંજોગોમાં ખુલ્લો અને સુરક્ષિત રહેવો જોઈએ. અમેરિકી નૌસેનાના જહાજો ત્યાં તૈનાત રહેશે જેથી તેલના સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ રસ્તા પર ઇરાનનું કોઈપણ પ્રકારનું નિયંત્રણ સહન કરવામાં આવશે નહીં.

સીઝફાયર છતાં તણાવ કેમ?

તાજેતરમાં જ અમેરિકા અને ઇરાન વચ્ચે બે અઠવાડિયાનું અસ્થાયી સીઝફાયર (યુદ્ધવિરામ) જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, તેની શરતોને લઈને બંને દેશો વચ્ચે હજુ પણ ભારે મતભેદ છે. ટ્રમ્પનું આ નિવેદન ઇરાન પર દબાણ વધારવાની રણનીતિ માનવામાં આવી રહી છે.

અમેરિકી સેના ઓર્ડરની રાહે

ટ્રમ્પે અંતમાં દાવો કર્યો હતો કે, અમેરિકી સેના પૂરી રીતે સજ્જ છે અને માત્ર આગળ વધવાના આદેશની રાહ જોઈ રહી છે. તેમણે ઇરાનને સલાહ આપી છે કે, તે આ રાજદ્વારી તકનો લાભ ઉઠાવે, કારણ કે અમેરિકાની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે.



Source link

Related Articles

Back to top button