સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were recorded in 13 wards of City Survey 1 2

![]()
ગત નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન
47 હજાર નકલ ફી, ૧.૪૨ લાખ માપણી ફી, ૧૦ હજાર સ્કેચ ફી, ૨૦ હજાર સનદ ફી મળી કુલ ૯.૨૫ લાખની આવક
ભાવનગર – ભાવનગર શહેરી વિસ્તારના કુલ ૧૩ વોર્ડમાંથી ગત વર્ષ દરમિયાન કુલ ૧૩,૭૫૨ ફેરફાર નોંધ મંજૂર કરવામાં આવી હતી. તો ૨૩ મિલ્કતની માપણી અને તેની ૧.૨૪ લાખ ફીની આવક નોંધાઇ છે. જ્યારે દસ્તાવેજી કાગળોમાં ખુટતી નકલ માટે ૯૮૦ અરજદારોએ અરજી કરી હતી જેની ફી પેટે ૪.૭૭ લાખની આવક નોંધાઇ હતી. જો કે, સૌથી વધુ ધસારો નવેમ્બરમાં નોંધાયો છે.
ભાવનગર શહેરી વિસ્તારને સીટી-૧ હેઠળ ૧૧ વોર્ડ અને સીટી-૨ હેઠળ બે વોર્ડમાં વિભાજીત કરાયેલ છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન ભાવનગર શહેરી વિસ્તારની જો વાત કરીએ તો એપ્રીલથી માર્ચ સુધીમાં કુલ ૧૩,૭૫૨ ફેરફાર નોંધ મંજૂર કરવામાં આવી હતી. તો ખુટતા રેકર્ડ માટે ૯૮૦ અરજદારોએ નકલ અરજી કરી હતી. જ્યારે અમુક કિસ્સામાં મિલ્કતની માપણી જરૃરી બનતા ૨૩ અરજદારોએ માપણી કરાવી ૧.૪૨ લાખની ફી જમા કરાવી હતી. જ્યારે કેટલાક પ્લોટ કે મિલ્કતના ભાગ પડયા હોય કે એકીકરણ થયુ હોય કે નવા સ્કેચ બનાવાયા હોય તેવા કિસ્સામાં ૧૪૦૦૦ ફીની આવક થવા પામી હોવાનું જણાય છે. તો હાલના સંજોગોમાં પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી ગણાય છે. પરંતુ લોન લેવાના કેટલાક કિસ્સામાં સનદ પણ મંગાતી હોય ૨૦,૭૯૯ ફી ભરી અરજદારોએ સનદ મેળવી હતી. આ ઉપરાંત નોંધ મંજૂર કરવામાં બાકી રહેલ કેસો અપીલમાં ગયા હોય તેવા ૧૫૩ રિમાંડ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાયું છે. જો કે, આ આંકડા ગત એપ્રિલથી માર્ચ સુધઈના છે જેમાં સીટી સર્વે કચેરી ખાતે મહત્તમ કામકાજ નવેમ્બર માસમાં થઇ હોવાનું જણાયું છે.
એક વર્ષમાં જમીન મહેસૂલમાં ૧૭ લાખની રિકવરી
સામાન્ય રીતે જમીન મહેસૂલની વસુલાત તલાટી દ્વારા થતી હતી. જ્યારે અરજદારોની નિષ્ક્રીયતા અને સરકારી આવક વધારવા આ વસૂલાત કામગીરી સીટી સર્વે કચેરીને સોંપાઇ હતી. જો કે, સીટી-૧ અને ૨ દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૧૭ લાખ જમીન મહેસૂલ કરની વસૂલાત કરવામાં આવી હતી. જો કે, હાલ નવા ફેરફાર મુજબ આ કામગીરી પુનઃ તલાટી પાસે કરાવવાનું ઠરાવાયું છે.



