मनोरंजन
આયુષમાન, શર્વરીની યે પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણતાને આરે | Ayushmann Sharvari’s Yeh Prem Mol Liya shooting nears completion

![]()
– હવે એક સપ્તાહનું જ શૂટિંગ બાકી
– સૂરજ બડજાત્યાની સ્ટાઈલ પ્રમાણેની ફેમિલી ડ્રામા ફિલ્મનું શૂટિંગ છ માસમાં જ આટોપાયું
મુંબઈ : આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ હવે પૂર્ણતાના આરે છે. ફિલ્મનું માંડ એકાદ સપ્તાહ ચાલે તેટલું શૂટિંગ બાકી રહ્યું છે.
મોટાભાગે આ મહિનાના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી દેવાશે. બાદમાં પોસ્ટ પ્રોડક્શન શરુ કરાશે.
સૂરજ બડજાત્યાએ આ ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરમાં શરુ કર્યું હતું.
આમ છ જ માસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ રહ્યું છે. સૂરજની સ્ટાઈલ પ્રમાણે આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા હશે જેમાં આયુષમાનને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક સહિતના કેટલાક સિનિયર કલાકારો પણ કામ કરી રહ્યા છે.



