दुनिया

LIVE: હોર્મુઝ ફરી ખુલ્યું, ઈરાને નવો રસ્તો બનાવ્યો, ટ્રમ્પનો NATO પર પ્રહાર, લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક | LIVE Middle East Updates: Strait of Hormuz Reopens Trump Slams NATO



Middle East Updates: અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. એકતરફ દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે, તો બીજી તરફ રાજકીય મોરચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. 

Middle East Updates LIVE: 

હોર્મુઝમાં ‘નવો રસ્તો’, જૂના માર્ગે જોખમ

ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને સત્તાવાર રીતે ખોલી દીધી છે, પરંતુ વ્યાપારી જહાજો માટે નવો વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. ઈરાનનું કહેવું છે કે મુખ્ય માર્ગમાં ‘સી-માઈન્સ’ (દરિયાઈ સુરંગો)નું જોખમ હોવાથી સુરક્ષાના હેતુથી રસ્તો બદલવામાં આવ્યો છે. હવે તમામ જહાજોએ ઈરાની નૌસેનાના માર્ગદર્શન હેઠળ જ પસાર થવું પડશે.

LIVE: હોર્મુઝ ફરી ખુલ્યું, ઈરાને નવો રસ્તો બનાવ્યો, ટ્રમ્પનો NATO પર પ્રહાર,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક 2 - image

ડોનાલ્ડ ટ્રમ્પનો NATO પર ગંભીર આક્ષેપ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા NATO દેશોની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, “જ્યારે અમને જરૂર હતી ત્યારે NATO ક્યાંય નહોતું.” તેમણે ગ્રીનલેન્ડનો ઉલ્લેખ કરીને યુરોપિયન સહયોગીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

LIVE: હોર્મુઝ ફરી ખુલ્યું, ઈરાને નવો રસ્તો બનાવ્યો, ટ્રમ્પનો NATO પર પ્રહાર,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક 3 - image

ઇઝરાયલમાં આંતરિક વિરોધ અને લેબેનોન પર હુમલા

ઇઝરાયલના વિપક્ષી નેતા યાયર લેપિડે આ યુદ્ધવિરામને ‘રાજકીય આપત્તિ’ ગણાવી નેતન્યાહૂ સરકાર પર પ્રહારો કર્યા છે. દરમિયાન, સીઝફાયર છતાં લેબેનોનના બેરૂતમાં રહેણાંક ઈમારતો પર ઇઝરાયલના બે નવા હવાઈ હુમલા થયા હોવાના અહેવાલ છે, જેમાં જાનહાનિની આશંકા છે.

અમેરિકામાં બદલાતું જનમત

એક તાજા સર્વે (Pew Research) મુજબ, 60% અમેરિકન નાગરિકો હવે ઇઝરાયલ પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે. યુદ્ધને કારણે સામાન્ય જનતામાં ઇઝરાયલ પ્રત્યેનો ટેકો ઘટતો જોવા મળી રહ્યો છે.

LIVE: હોર્મુઝ ફરી ખુલ્યું, ઈરાને નવો રસ્તો બનાવ્યો, ટ્રમ્પનો NATO પર પ્રહાર,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક 4 - image



Source link

Related Articles

Back to top button