गुजरात
ધિંગાણુ કરનાર આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | 11 accused were held to a standing ovation by holding their ears

![]()
વડોદરા,આજવારોડ એકતાનગરમાં રોડ પર લગ્ન પ્રસંગે પાણી ઢોળવાના મુદ્દે મારામારી થઇ હતી બાપોદ પોલીસે આ ગુનામાં ૧૧ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક પણ કરાવી હતી.
ગત ૫ મી તારીખે આજવારોડ એકતાનગરમાં લગ્ન પ્રસંગે પાણી ઢોળવાના મુદ્દે મારામારી થતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. પી.આઇ. પાર્થ પસ્તગીયાએ આ ગુનામાં સંડોવાયેલા ૧૧ આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં (૧) ફિરોઝ શફિભાઇ મનસુરી (૨) ઇમરાન મુસ્તાકભાઇ મનસુરી (૩) સાહીલ ફિરોઝભાઇ મનસુરી (૪) સમીર અશરફભાઇ પઠાણ (૫) જુબેર જાકીરભાઇ મનસુરી (૬) સલીમુદ્દીન કુતુબુદ્દીન શેખ (૭) તમીજુદ્દીન કુતુબુદ્દીન શેખ (૮) બશીર રસુલભાઇ મલેક તથા (૯) ફારૃક ફરીદખાન પઠાણ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી છરો અને લાકડી પણ કબજે લીધા છે.



