પ્રશ્ન તે છે કે ‘સ્ટ્રેઈટ્સ’ છે કોની ? : ઈરાન અને અમેરિકા બંને તેના ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે | The question is whose ‘Straits’ are they : Both Iran and America are laying claim to them

![]()
– વર્ષોથી ‘સ્ટ્રેઈટ્સ’ ખુલ્લી હતી : બંધ શા માટે કરાઈ ?
– મીડિયા રિપોર્ટસ જણાવે છે કે : ઑમન સાથે સહકાર સાધી ઈરાન તે સ્ટ્રેઈટ્સ ઉપર પોતાનો દાવો કરે છે : ત્યાંથી પસાર થતાં જહાજો ઉપર ‘દાણ’ લેવાનું છે
નવી દિલ્હી : થોડા સપ્તાહના જ યુદ્ધ વિરામની જાહેરાત થયા પછી આ સંદર્ભના મૂળ રૂપ પ્રશ્ન સામે આવ્યો છે. તે છે આ સ્ટ્રેઈટ્સ છે કોની ? હવે, ટ્રમ્પ અને ઈરાન બંને તેની ઉપર દાવા કરી રહ્યા છે. અમેરિકાને આપેલા ૧૦ મુદ્દાઓ પૈકી યુદ્ધ-વિરામ માટેનો સૌથી મહત્વનો મુદ્દો તે છે કે ઈરાને તે સ્ટ્રેઈટ્સ ઉપર પોતાનો દાવો કર્યો છે. વાસ્તવમાં આ દાવો જ યુદ્ધનું એક કારણ બની રહ્યો હતો. ઈરાન કહે છે કે તે માટે અમને ગેરેન્ટી મળવી જોઈએ.
મીડીયા રિપોર્ટસ જણાવે છે કે ઓમાન સાથે સહકાર સાધી ઈરાન તે સમુદ્ર-સંધિમાંથી પસાર થતાં વહાણો ઉપર દાણ લેવાની રજૂઆત કરે છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે, તેઓ આ યુધ્ધમાં વિજયી થયા છે, તેથી તે સ્ટ્રેઈટ્સ ઉપર અમેરિકાનો સંપૂર્ણ અને પૂરેપૂરો અધિકાર છે. તેમાં પ્રશ્નને કોઈ સ્થાન જ નથી. તેઓએ વધુમાં કહ્યું કે, તે સ્ટ્રેઈટ્સમાં આવતાં કે જતાં જહાજો ઉપર જે દાણ (ટેક્ષ) લાદવામાં આવે તેનો કેટલોક ભાગ ઈરાનના પુનરૂત્થાન માટે વાપરવામાં આવશે.
યુધ્ધ-વિરામ તો અમેરિકા-ઈરાન વચ્ચે થઈ ગયો. હવે બંને દેશોના પ્રતિનિધિઓ ૧૦ એપ્રિલે ઇસ્લામાબાદમાં મળવાના છે અને સમજૂતી કરારોને આખરી ઓપ આપવાના છે. અમેરિકા તેની માગણીઓનો એક સેટ રજૂ કરશે. તેમાં તે ઈરાનને કહેવાનું છે કે, તમારે તમારા પરમાણુ કાર્યક્રમ તથા બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવો પડશે. ઈરાન આ માગણીઓ સ્વીકારે તે સંભવિત લાગતું નથી.
હવે નિરીક્ષકો પ્રશ્ન પૂછે છે કે વર્ષો સુધી આ સ્ટ્રેઈટસ તો ખુલ્લી જ હતી. તેની ઉપર કોઈ દાવો પણ કરતું ન હતું. તે બંધ શા માટે કરાઈ ? કોણે, કોને તે અધિકાર આપ્યો છે ? બસ, આ વિવાદના મૂળમાં છે.



