કેન્દ્ર તેમજ રાજય સરકાર ની સૂચના કાલ થી ધાર્મિક સ્થળો ખુલશે જેમાં સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવાનું રહેશે
ભુજ
રીપોટર – કેતન સોની
૨૩ માર્ચ કોરોના જેવી મહામારી માં લોક ડાઉન ની પરિસ્થિતિ થી સંક્રમણ ના ફેલાય તે હેતુ થી ભારત ભર ધાર્મિક સ્થળો બંધ કરી દીધા હતા ૭૭ દિવસ થી ધાર્મિક સ્થળો બંધ હોવાને પગલે હિન્દુ મુસ્લિમ ના તહેવારો ધર માં જ મનાવવામાં આવ્યા હતાં એ પછી નવરાત્રી હોય કે રમજાન ઇદ. કોરોના જેવી મહામારી માં સરકાર દ્વારા અનેક પ્રકારના નિયમો લાગુ કરવામાં આવેલ પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે હવે ધાર્મિક સ્થળો ને પણ સરકાર ની સૂચના મુજબ ખુલવાં જઈ રહ્યા છે ત્યારે અમુક સૂચના નું પાલન કરવું જરૂરી બન્યું છે તેવામાં મંદિરો, ગુરૂદ્વારા ,મસ્જિદ ના સંચાલકો દ્વારા પણ તકેદારી રાખવામાં આવે અને ધાર્મિક સ્થળો પર આવનાર પણ પોતાની વ્યક્તિગત ફરજ સમજીને કોઈ ને હેરાનગતિ ના થાય તેની કાળજી રાખી આવતી કાલે થી પોતાના ધર્મ અનુસાર ધાર્મિક સ્થળો પર જઈ શકે અને પ્રાર્થના કરે. આવતી કાલથી શરૂ થઈ રહેલ ધાર્મિક સ્થળો પર કુદરત પણ મહેરબાન થયો અને ભુજ શહેર માં સવાર માં ધોધમાર વરસાદથી થોડા સમયમાં પાણી પાણી કરી નાખ્યું ધાર્મિક સ્થળો ને જાણે કુદરત દ્વારા સેનેટરાઈઝર કરી દીધું