गुजरात

જામનગર શહેરમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : વાહનચોર આરોપી સાથે મુદ્દામાલ કબ્જે | Vehicle theft solved in Jamnagar city: Vehicle thief and accused seized



Jamnagar Police : જામનગર શહેરમાં બનેલા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે, અને બે બાઇક કબજે કર્યા છે.

પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સપેક્ટરની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન લાલવાડી વિસ્તાર નજીકથી આરોપી અંકિત મહેશભાઈ ચૌહાણ (ઉ.વ. 22)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરી કરાયેલું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત રૂ.15,000) કબ્જે કરી અનડિટેક્ટ ગુનો ઉકેલવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી વધુ એક મોટરસાયકલ (રૂ.15,000) તથા બે મોબાઇલ ફોન (રૂ.18,000) મળી કુલ રૂ.48,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button