गुजरात
મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી | Police help sought to teach lesson to young man who commented on women’s group post

![]()
Vadodara : વડોદરાના જવાહર નગર વિસ્તારમાં સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ ફોટો સાથે પોસ્ટ મૂકનાર યુવકને પાઠ ભણાવવા મહિલાઓએ પોલીસની મદદ લીધી છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાએ પોલીસને કહ્યું છે કે, તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અમે પાંચ મહિલાઓએ ફોટો પડાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. જે ફોટા માટે એક યુવકે બીભત્સ કોમેન્ટ કરી હતી.
આ યુવકે પોસ્ટના કોમેન્ટ બોક્સમાં 1,000 2,000 થી માંડીને 5,000 સુધીની રકમ લખી તેના ઉપર કોમેન્ટ કરી હતી. જેથી મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
આ યુવકને પાઠ ભણાવવા માટે મહિલાઓએ નક્કી કર્યું હતું અને જવાહર નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બાજવાના મહેશ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



