दुनिया

ઈરાન યુદ્ધમાં સીઝફાયર છતાં ટ્રમ્પની વધી મુશ્કેલી, 85 સાંસદોએ માગ્યું રાજીનામુ, સત્તા ગુમાવશે? | america donald trump removal as president demand by 85 lawmakers after iran us war ceasefire



Donald Trump Removal Demand: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈરાન સાથેનું યુદ્ધ વિરામ રાહતને બદલે નવી આફત લઈને આવ્યું છે. 28 ફેબ્રુઆરીએ જ્યારે ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા, ત્યારે તેમને લાગતું હતું કે વેનેઝુએલાની જેમ અહીં પણ જીત સરળ હશે. જોકે, છ અઠવાડિયા સુધી ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાની ઇકોનોમી અને ટ્રમ્પની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. આખરે બંને પક્ષો વાતચીત માટે તૈયાર તો થયા, પરંતુ હવે અમેરિકાની અંદર જ ટ્રમ્પ વિરુદ્ધ મોટો બળવો ફાટી નીકળ્યો છે. એક્સિઓસના રિપોર્ટ મુજબ, 85થી વધુ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પને પદ પરથી હટાવવાની માંગ કરી છે. અમેરિકામાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે આ યુદ્ધ છેડ્યું હતું.

ટ્રમ્પને પદ પરથી હટાવવાની વધતી માંગ

ટ્રમ્પને પદ પરથી હટાવવા પાછળનું મુખ્ય કારણ તેમનું અસ્થિર વર્તન અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈસ્ટરના અવસરે લખેલી વાંધાજનક પોસ્ટ માનવામાં આવે છે. અમેરિકાના ઘણા નેતાઓનું કહેવું છે કે ઈરાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની વારંવાર બદલાતી વ્યૂહરચના અને તેમની ભાષા તેમના માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઊભા કરે છે. આથી, હવે અમેરિકન કોંગ્રેસમાં બંધારણના 25માં સુધારાની કલમ 4 લાગુ કરવાની માંગ તેજ થઈ છે. આ કલમ હેઠળ જો પ્રમુખ પોતાની ફરજો નિભાવવામાં અસમર્થ હોય, તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે.

આ પણ વાંચો: યુદ્ધમાં સીઝફાયર છતાં સાઉદી-કતાર અને કુવૈતથી લઈને UAE કેમ ટેન્શનમાં, હાઈએલર્ટ જાહેર

રિપબ્લિકન સાંસદોના વલણ પર સૌની નજર

અમેરિકન બંધારણનો આ 25મો સુધારો અત્યંત શક્તિશાળી છે. તેની ચોથી કલમ મુજબ, જો ઉપપ્રમુખ અને કેબિનેટના બહુમતી સભ્યો લેખિતમાં જાહેર કરે કે પ્રમુખ માનસિક કે શારીરિક રીતે કામ કરવા સક્ષમ નથી, તો ઉપપ્રમુખ તરત જ કાર્યકારી પ્રમુખ બની શકે છે. સાંસદોનો આરોપ છે કે ટ્રમ્પની સનક અને બદલાતા નિવેદનો દેશ માટે જોખમી છે. હવે જોવાનું એ રહેશે કે શું રિપબ્લિકન સાંસદો અને ઉપપ્રમુખ આ હિંમત બતાવીને ટ્રમ્પને સત્તા પરથી હટાવવાની પ્રક્રિયામાં સામેલ થાય છે કે નહીં. અમેરિકાના ઈતિહાસમાં આ એક અત્યંત ગંભીર રાજકીય સંકટ તરીકે ઉભરી રહ્યું છે.

ઈરાન યુદ્ધમાં સીઝફાયર છતાં ટ્રમ્પની વધી મુશ્કેલી, 85 સાંસદોએ માગ્યું રાજીનામુ, સત્તા ગુમાવશે? 2 - image



Source link

Related Articles

Back to top button