LIVE: ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનો સૈન્યને આદેશ- ‘હવે ગોળીબાર બંધ કરો’, સેનેટર મર્ફીએ કહ્યું – ટ્રમ્પ ઈરાન સામે સરન્ડર | LIVE US Iran War Updates: Trump Announces Ceasefire

![]()
US-Israel-Iran War : મધ્ય-પૂર્વમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે થંભી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ડેડલાઈન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ આ યુદ્ધવિરામ (Ceasefire) ની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની સફળ મધ્યસ્થતા બાદ હવે યુદ્ધના મેદાનને બદલે ઈસ્લામાબાદમાં વાટાઘાટોના ટેબલ પર ભવિષ્ય નક્કી થશે.
US-Israel-Iran War LIVE
ઈરાન સામે ટ્રમ્પનું સરન્ડર : સેનેટર મર્ફી
અમેરિકન સીનેટર ક્રિસ મર્ફીએ CNN સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઈરાન સામેના ગજગ્રાહમાં ટ્રમ્પની સંપૂર્ણ હાર થઈ છે અને તેમણે એક પ્રકારે ઈરાન સામે આત્મસમર્પણ કરી દીધું છે. મર્ફીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ ઈરાનને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર નિયંત્રણ સોંપવા માટે સંમત થયા છે, જે સમગ્ર વિશ્વ માટે અત્યંત અસાધારણ અને વિનાશક બાબત સાબિત થઈ શકે છે.
ટ્રમ્પના દૂત પાકિસ્તાનમાં શાંતિ મંત્રણામાં જોડાશે
સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી શાંતિ વાટાઘાટોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં વિશેષ દૂત સ્ટીવ વિટકોફ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સનો સમાવેશ થાય છે. શુક્રવારથી શરૂ થનારી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં થયેલા બે સપ્તાહના યુદ્ધવિરામને આગળ વધારવાનો અને ઈરાન દ્વારા રજૂ કરાયેલા ૧૦-મુદ્દાના શાંતિ પ્રસ્તાવ પર ગહન ચર્ચા કરવાનો છે. આ શક્તિશાળી ડેલિગેશન યુદ્ધનો કાયમી અંત લાવવા માટેના સમજૂતીના અંતિમ મુસદ્દા પર કામ કરશે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર યુદ્ધવિરામનો અમલ ચાલુ રહેશે.
વ્હાઇટ હાઉસનું કડક વલણ
વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે, “ઈરાનનો દાયકાઓ જૂનો આતંકવાદ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ચલાવી લેવામાં આવશે નહીં.” પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે પ્રમુખ અને અમેરિકન સેનાના દબાણને કારણે જ ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા માટે તૈયાર થયું છે.
મોજતબા ખામનેઈનો મોટો આદેશ
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) મોજતબા ખામનેઈએ તમામ સૈન્ય એકમોને તાત્કાલિક અસરથી ‘સીઝફાયર’ પાળવા અને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધનો અંત નથી, તેમના હાથ હજુ પણ ‘ટ્રિગર’ પર છે અને કોઈપણ ભૂલનો વળતો જવાબ આપવામાં આવશે.
ઈઝરાયલના હુમલા હજુ પણ જારી?
એક ચોંકાવનારા અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસની જાહેરાત છતાં ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે બુધવારે સવાર સુધી ઈરાની સરહદમાં કેટલાક હુમલા ચાલુ હતા. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રાઉન્ડ લેવલ પર કમાન્ડ ઓર્ડર પહોંચવામાં સમય લાગી રહ્યો હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.
ઈસ્લામાબાદમાં ‘હાઈ-પ્રોફાઈલ’ બેઠક
આગામી શુક્રવાર, 10 એપ્રિલના રોજ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો શરૂ થશે. આ બેઠકમાં અમેરિકા તરફથી રાષ્ટ્રપતિના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ, જમાઈ જેરેડ કુશનર અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ હાજર રહેશે.
બે અઠવાડિયાનો વિરામ
ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 15 દિવસ માટે બોમ્બમારો અને હુમલા સ્થગિત કર્યા છે.
શરતી યુદ્ધવિરામ
ઈરાને તેલના પુરવઠા માટે મહત્વની ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને ફરીથી ખોલવી પડશે.
ઈરાનનો 10-પોઈન્ટ પ્રસ્તાવ
રાને તમામ પ્રતિબંધો હટાવવા અને યુદ્ધમાં થયેલા નુકસાનના વળતર સહિત 10 શરતો અમેરિકા સામે મૂકી છે.
બજાર પર અસર
સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં તેલના ભાવમાં 18%નો મોટો ઘટાડો નોંધાયો છે, જે વિશ્વ માટે રાહતના સમાચાર છે.



