गुजरात

અડધી રાતે અમદાવાદમાં વરસાદ વરસ્યો, કયા ઝોનમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા

અમદાવાદ: ગરમીના વાતાવરણમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં સરેરાશ 1.13 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ ઝોનમાં 1.45 ઈંચ વરસાદ નોંધાય હતો.

અમદાવાદમાં મોડી રાતે વરસાદ પડ્યો હતો જેને લઈને ઠંડક પ્રસરી ગઈ હતી. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ ઝોનમાં 1.45 ઈંચ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછી વરસાદ 0.44 ઈંચ ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પડ્યો હતો. આ ઉપરાંત સૌથી વધુ વરસાદ પાલડી વિસ્તારમાં પડ્યો હતો. પાલડીમાં 1.62 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સરેરાશ 1.13 ઈંચ વરસાદ નોંધાયો હતો.

– પૂર્વ ઝોનમાં 1.45 ઈંચ
– પશ્ચિમ ઝોનમાં 1.10 ઈંચ
– ઉત્તર પશ્ચિમ ઝોનમાં 0.44 ઈંચ
– દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1.63 ઈંચ
– મધ્ય ઝોનમાં 1.17 ઈંચ
– ઉત્તર ઝોનમાં 0.72 ઈંચ
– દક્ષિણ ઝોનમાં 1.33 ઈંચ

Related Articles

Back to top button