કોંગ્રેસ ધાસભ્યએ HC જજને લખ્યો પત્ર, ‘સરકારી દવાખાનામાં અન્ય રોગના દર્દીને યોગ્ય સારવાર નથી મળતી’
અમદાવાદ : દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને પત્ર લખી, પત્રમાં રજૂઆત કરાઈ હતી કે, સરકારી હોસ્પિટલનો સ્ટાફ કોરોનાના દર્દીઓની સેવા તથા સારવારમાં તમામ સ્ટાફ વ્યસ્ત છે. જેના લીધે અન્ય રોગના દર્દીઓની સરકારી હોસ્પિટલોમાં સારવાર મળતી નથી, ત્યારે આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવો.
વી.એસ.હોસ્પિટલ અંગે રજૂઆત કરાઈ છે કે, કોર્ટ મિત્ર દ્વારા હાઇકોર્ટ જૂની વી. એસ. હોસ્પિટલ ચાલુ કરવા માટે જાત તપાસ કરાવે.
વી.એસ. હોસ્પિટલમાં 500 પથારીની સુવિધા, 22 વેન્ટિલેટર, 108 ICU પથારીઓ, ત્રણ ઓપરેશન થિયેટર, સીટી સ્કેન, એમઆરઆઇ, ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી સહિતના અત્યાધુનિક સાધનોની સુવિધા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોન કોવિડ હોસ્પિટલ માટે જાહેરાત આપે તો ડોક્ટરો, નર્સોનો પૂરતો સ્ટાફ મળશે. તેમજ માનદ સેવા કરી ચૂકેલા સિનિયર ડોક્ટરો પણ સારવાર માટે મળશે.
વીએસ હોસ્પિટલમાં તમામ સુવિધા ૨૪ કલાકમાં શરૂ કરી શકાય તેમ છે. જેથી અન્ય રોગમાં અનેક દર્દીઓને સારવાર મળી શકે, માટે સત્વરે જૂની એસ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે.