આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 26 Year Old Woman Runs Away with 55 Year Old Brother in Law and Jewelry

![]()
Bihar Affair News: બિહારમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે બાળકોની 26 વર્ષની માતાને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયા બાદ રફૂચક્કર થઈ ગઈ છે. બંને વચ્ચે લગ્ન પ્રસંગે પ્રેમ જામ્યા બાદ પરિણીત મહિલા પોતાના જ પતિના સગાના પ્રેમજાળમાં ફસાયા બાદ ફરાર થઈ ગઈ છે. જ્યારે 55 વર્ષના ધનિક લાલ યાદવે પોતાના જ સાળાનું ઘર ઉજાડી દીધું છે.
લગ્ન સમારંભમાં પ્રેમનો પાનો ચઢ્યો
ફેબ્રુઆરીમાં એક લગ્ન સમારંભમાં આ આંધળા પ્રેમની શરૂઆત થઈ હતી. મહિલાના પતિ દિનેશ યાદવે કહ્યું કે, તેના સાળા ધનિક લાલ યાદવના પુત્રના 15 ફેબ્રુઆરીએ લગ્ન હતા, ત્યારે તેની પત્ની પ્રિયંકા અને તેના ઉંમરલાયક સાળા વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, પ્રિયંકા માત્ર 26 વર્ષની છે, જ્યારે આરોપી ધનિક લાલ 55 વર્ષનો છે. આરોપીના ત્રણ જવાબ બાળકો છે અને તેની પત્નીનું કેન્સલથી મોત થયું છે. લગ્ન સમારંભ બાદ પ્રિયંકાનું વર્તન બદલાઈ ગયું હતું. તેણે ઘરમાં રાંધવાનું બંધ કરી દીધું હતું અને ચુપચાપ બેસી રહેતી હતી.
મહિલા પિતાને ખોટું બોલીને રફૂચક્કર થઈ ગઈ
દિનેશે કહ્યું કે, વિવાદ વધ્યા બાદ પ્રિયંકા પિતાના ઘરે જતી રહી હતી અને તે ત્યાં એક મહિના સુધી રહી હતી. ત્યારબાદ 29 માર્ચે તેણે પિતાને ખોટું કહ્યું કે, તે તેના સાસરામાં પર જવા માંગે છે. પછી તે પિતાના ઘરેથી નીકળી, પણ પતિના ઘરે પહોંચી ન હતી. મહિલાના પિતાએ 30 માર્ચે ફોન કર્યા બાદ ષડયંત્રનો ખુલાસો થયો. માહિતી સામે આવી છે કે, પ્રિયંકા ચાર લાખના દાગીના અને રોકડ રકમ લઈને ધનિક લાલ સાથે રફૂચક્કર થઈ ગઈ છે.
ત્રણ દિવસમાં પાછી આવે તો જ રાખીશ : મહિલાના પતિની શરત
ટેન્ટ હાઉસ કામ કરતા દિનેશ યાદવે પત્નીની ભાળ મેળવવા માટે બે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા છે. પોતાનું દુઃખ વ્યક્ત કરતા દિનેશે કહ્યું કે, તે બાળકોના કારણે હજુ પણ પત્ની પ્રિયંકાને અપનાવવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે, જો તે બે-ત્રણ દિવસમાં પરત આવે તો હું તેને રાખીશ અને મોડું થયું તો તેના માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે.
પોલીસે આ ઘટના મામલે ફરિયાદ નોંધી છે. બાળકોને તરછોડી અને સંબંધોને લાંછન લગાવી પ્રેમમાં આંધળા બનેલા પ્રિયંકા અને ધનિક લાલને વારંવાર ફોન કરાયો છે, પરંતુ બંનેના ફોન બંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ



