गुजरात

અમરેલી: લાઠીના ચાવંડ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, SOG ત્રાટકી, એકની ધરપકડ | 12 kg green marijuana Narcotics worth seized in Amreli gujarat



Narcotics worth seized in Amreli: અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા માદક દ્રવ્યો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાઠીના ચાવંડ માર્ગ પર આવેલી એક વાડીમાં છાપો મારીને પોલીસે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે.

અમરેલી એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાઠી-ચાવંડ રોડ પર આવેલી ધીરુભાઈ કોટડીયા નામના વ્યક્તિની વાડીમાં કપાસ અથવા અન્ય પાકની આડમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ખેતરમાંથી ગાંજાના નાના-મોટા કુલ 6 છોડ મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી આશરે 12 કિલો જેટલો લીલો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 6 લાખ રૂપિયા થી વધુ આંકવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ વાડી માલિકની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

એસ.ઓ.જી. દ્વારા આ મામલે NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની તપાસ માટે લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. અમરેલી પોલીસની આ કામગીરીથી નશાના કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



Source link

Related Articles

Back to top button