गुजरात

અમદાવાદ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taarak Mehta Fame Disha and Mayur Vakani’s Father Bhim Vakani Passes Away


Bhim Vakani Passes Away: ટેલિવિઝન જગતના અત્યંત લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી (દયાભાભી) અને મયુર વાકાણી (સુંદર મામા)ના પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. દિશા અને મયુર વાકાણીના પિતા અને જાણીતા અભિનેતા ભીમ વાકાણીનું આજે (સાતમી એપ્રિલ) વહેલી સવારે નિધન થયું છે. 84 વર્ષની વયે ભીમ વાકાણીના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી નાટ્યજગત અને બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

બપોરે નીકળશે અંતિમયાત્રા

સોશિયલ મીડિયા પર માહિતી આપતા મયુર વાકાણીએ લખ્યું કે, પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણી આજે સવારે અરિહંત શરણ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અમદાવાદ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન 2 - image

ભીમ વાકાણી અભિનય જગતમાં એક જાણીતું નામ છે, જેમણે આમિર ખાનથી લઈને શાહરૂખ ખાન સુધી બધા સાથે સ્ક્રીન શેર કરી છે. તે આમિર ખાન સાથે લગાન, શાહરૂખ ખાન સાથે સ્વદેશ, લજ્જા અને વન્સ અપોન અ ટાઇમ ઇન ઇન્ડિયામાં કામ કરી ચૂક્યા છે. ભીમ વાકાણીના નિધનથી વાકાણી પરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલા જગતના સાથીદારો ભીમ વાકાણીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button