दुनिया

ઈરાનમાં લીક થઈ ગયો હતો અમેરિકાનો રેસ્ક્યૂ મિશન પ્લાન! ટ્રમ્પે કહ્યું- આપણી વચ્ચે જ કોઈ ભેદી વ્યક્તિ | donald trump claims internal leak during us airman rescue mission in iran


U.S. Airman Rescue: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ઈરાનમાં ફસાયેલા અમેરિકન એરમેનને બચાવવા માટે ચલાવવામાં આવેલા અત્યંત ગુપ્ત અને જોખમી રેસ્ક્યૂ ઓપરેશનની વિગતો જાહેર કરી છે. ટ્રમ્પે આશ્ચર્યજનક દાવો કર્યો હતો કે, આ સંવેદનશીલ ઓપરેશન દરમિયાન તેમના પ્રશાસનમાંથી જ કોઈ ‘ભેદિયા’એ માહિતી લીક કરી હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે આ અજ્ઞાત વ્યક્તિને શોધવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે, કારણ કે આ માહિતી લીક થવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા જવાનો અને ફસાયેલા સૈનિક બંનેની જાન જોખમમાં મુકાઈ હતી.

સોર્સનું નામ આપો અથવા જેલ જાવ: પત્રકારને ટ્રમ્પની ચીમકી

આ ઘટનાની શરૂઆત 2 એપ્રિલે થઈ હતી, જ્યારે ઈરાને પોતાના એરસ્પેસમાં અમેરિકન F-15E લડાયક વિમાનને તોડી પાડ્યું હતું. વિમાનમાં સવાર પાયલટને અમેરિકન સેનાએ તાત્કાલિક બચાવી લીધો હતો, પરંતુ બીજા જવાનને શોધવા માટે એક વિશાળ સૈન્ય અભિયાન હાથ ધરવું પડ્યું હતું. આ ઓપરેશનની ગુપ્ત વિગતો અકાળે જાહેર કરવા બદલ ટ્રમ્પે મીડિયા સામે પણ આકરા તેવર બતાવ્યા છે. તેમણે કોઈ ચોક્કસ સંસ્થાનું નામ લીધા વિના જણાવ્યું કે, જે પત્રકારે આ સમાચાર બ્રેક કર્યા છે તેણે પોતાના સોર્સનું નામ જાહેર કરવું પડશે, અન્યથા તેણે જેલ જવું પડશે. ટ્રમ્પના મતે, આ માહિતી જાહેર થવાથી ઈરાની સુરક્ષા દળો સતર્ક થઈ ગયા હતા કે હજુ પણ એક અમેરિકન જવાન તેમના વિસ્તારમાં હાજર છે.

આ પણ વાંચો: ઈરાને અમેરિકાની શરતો ફગાવતા ટ્રમ્પ લાલચોળ, ડેડલાઈન પૂરી થવામાં ગણતરીના કલાકો બાકી; હવે શું?

155 વિમાનોનો વિશાળ કાફલો અને રેસ્ક્યૂ ઓપરેશન

આ રેસ્ક્યૂ ઓપરેશન કેટલું ભવ્ય હતું તેની વિગતો આપતા ટ્રમ્પે જણાવ્યું કે, તેમાં કુલ 155 વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 4 બોમ્બર, 64 ફાઇટર જેટ, 48 રિફ્યુલિંગ ટેન્કર અને 13 રેસ્ક્યૂ એરક્રાફ્ટ સામેલ હતા. ઓપરેશનની વ્યૂહનીતિ મુજબ ઈરાની સેનાને ભ્રમિત કરવા માટે ખોટી જગ્યાએ હિલચાલ કરવામાં આવી હતી જેથી જવાન સુધી દુશ્મનો ન પહોંચી શકે. વિમાન ક્રેશ થયા બાદ એરમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને ઘણું લોહી વહી રહ્યું હતું, તેમ છતાં તેણે હિંમત હાર્યા વગર પહાડી વિસ્તાર પાર કર્યો અને અમેરિકન સુરક્ષા દળો સાથે સંપર્ક સ્થાપી પોતાની લોકેશન શેર કરી હતી, જેના કારણે તેને સલામત રીતે પરત લાવી શકાયો છે.


ઈરાનમાં લીક થઈ ગયો હતો અમેરિકાનો રેસ્ક્યૂ મિશન પ્લાન! ટ્રમ્પે કહ્યું- આપણી વચ્ચે જ કોઈ ભેદી વ્યક્તિ 2 - image



Source link

Related Articles

Back to top button