હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો | Air India Revises Fuel Surcharge: Domestic and International Flight Ticket Prices to Rise

![]()
Air India Revises Fuel Surcharge: ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા 100 ટકાના ઉછાળા બાદ એર ઈન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઈન અંતરના આધારે રૂ. 299થી રૂ. 899 સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ રૂ. 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને ‘ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ’ માં ફેરવી દેવામાં આવ્યો છે.
શા માટે વધ્યા ભાવ?
ક્રૂડ ઓઈલમાં ભડકો: ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ 99.40 ડોલર હતો, જે 27 માર્ચ સુધીમાં વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
રિફાઈનરી માર્જિન : ઈંધણને રિફાઈન કરવાનો ખર્ચ માત્ર ત્રણ અઠવાડિયામાં ત્રણ ગણો વધી ગયો છે, જે એરલાઈન્સ માટે મોટો પડકાર છે.
|
અંતર (કિમીમાં) |
નવો સરચાર્જ (રૂપિયામાં) |
|
0થી 500 કિમી |
299 |
|
501થી 1000 કિમી |
399 |
|
1001થી 1500 કિમી |
549 |
|
1501થી 2000 કિમી |
749 |
|
2000 કિમીથી વધુ |
890 |
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે સરચાર્જ (ડોલરમાં)
SAARC દેશો (બાંગ્લાદેશ સિવાય): 24 ડોલર
સિંગાપોર: 60 ડોલર
ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયા: 100 ડોલર
યુરોપ: 205 ડોલર
નોર્થ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા: 280 ડોલર



