दुनिया

ઈરાનનું તેલ લૂંટીને અમેરિકાની તિજોરી ભરીશ: શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું નિવેદન | trump iran oil resources control business strategy



Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે એક અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, અમેરિકા હવે ઈરાનના તેલ સંસાધનો પર કબજો કરી શકે છે. એક બિઝનેસમેન તરીકેની પોતાની ઓળખ આપતા તેમણે આ લશ્કરી કાર્યવાહીને આર્થિક નફાના દૃષ્ટિકોણથી મૂલવી છે.

જીતનારને જ ઈનામ મળે ટ્રમ્પની નવી રણનીતિ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તેલ ભંડારને સુરક્ષિત કરવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, જો તેમની પાસે પસંદગી હોય તો તેઓ ચોક્કસપણે ઈરાનનું તેલ પોતાના કબજામાં લેશે. તેમણે તર્ક આપ્યો હતો કે, હું સૌથી પહેલા એક બિઝનેસમેન છું. જો આ મારા હાથમાં હોત, તો હું તેલને અમેરિકા પાસે રાખવા ઇચ્છત અને તેમાંથી અઢળક પૈસા કમાવવા માટેનું આયોજન કર્યું હોત.

ટ્રમ્પના મતે, યુદ્ધમાં થયેલા ખર્ચની ભરપાઈ કરવા માટે તેલ સંસાધનો પર નિયંત્રણ મેળવવું એ એક વ્યવહારુ રસ્તો છે. તેમણે કહ્યું કે, જીતનારને જ ઈનામ મળે છે. આપણા દેશમાં કદાચ છેલ્લા 100 વર્ષોમાં આવું બન્યું નથી, પરંતુ સૈન્ય અભિયાનની કિંમત વસૂલવા માટે આ જરૂરી છે.

માત્ર 34 દિવસમાં ઈરાનની તબાહીનો દાવો

ટ્રમ્પે અમેરિકાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા જણાવ્યું કે, સામાન્ય રીતે યુદ્ધો વર્ષો સુધી ચાલતા હોય છે, પરંતુ અમેરિકાએ માત્ર 34 દિવસના ટૂંકા ગાળામાં એક અત્યંત શક્તિશાળી ગણાતા દેશને સંપૂર્ણપણે પાયમાલ કરી દીધો છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, કદાચ અમેરિકાના સામાન્ય નાગરિકો તેલ કબજે કરવાની આ વાતને અત્યારે સમજી ન શકે.

આ પણ વાંચો: વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો ‘ઘાયલ’

વેનેઝુએલાનું ઉદાહરણ આપીને સમજાવ્યું ગણિત

પોતાના વિચારને યોગ્ય ઠેરવવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં અમેરિકાની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, વેનેઝુએલામાં ભાગીદારી દ્વારા અમેરિકા પહેલેથી જ ઉર્જા ક્ષેત્રે મોટો ફાયદો મેળવી રહ્યું છે.ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા વેનેઝુએલા પાસેથી 10 કરોડ બેરલથી વધુ તેલ મેળવી ચૂક્યું છે. તેમણે તર્ક આપ્યો કે, વેનેઝુએલાના યુદ્ધનો જે પણ ખર્ચ થયો હતો, તેના કરતા અનેકગણી કમાણી તેલ દ્વારા થઈ ચૂકી છે.

વૈશ્વિક બજાર અને તેલના ભાવ પર અસર

ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. જો અમેરિકા સીધી રીતે ઈરાનના તેલના કુવાઓ પર નિયંત્રણ મેળવે છે, તો તે વિશ્વના ઉર્જા સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. ઇઝરાયલ અને અન્ય ખાડી દેશો પણ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

ટ્રમ્પનું ઓઇલ ફોર વોર

ટ્રમ્પે યુદ્ધને આર્થિક નફા-નુકસાનના ગણિત સાથે જોડ્યું જેના કારણે તેમનો બિઝનેસ માઇન્ડસેટ ઉજાગર થાય છે. ઈરાનના તેલ ભંડારમાંથી યુદ્ધનો ખર્ચ વસૂલવાની તૈયારી કરી છે. માત્ર 34 દિવસમાં ઈરાનને હરાવ્યાનો ટ્રમ્પનો દાવો. અગાઉ વેનેઝુએલામાં કરેલી કાર્યવાહીને સફળ ગણાવી હતી. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પનું આ ઓઈલ ફોર વોર મોડલ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલી સ્વીકૃતિ મેળવે છે અને ઈરાન આ આર્થિક હુમલાનો સામનો કેવી રીતે કરે છે.



Source link

Related Articles

Back to top button